ગુજરાતટોપ ન્યૂઝ

અમરેલી : સાવરકુંડલા નગરપાલિકાની બેઠકમાં ગૌચર મુદ્દે હોબાળો

Gujarat News : અમરેલી જિલ્લાના સાવરકુંડલા નગરપાલિકાની સામાન્ય સભામાં વિકાસકામો અને વિવિધ ઠરાવોના મુદ્દે શાસક ભાજપ અને વિપક્ષ કોંગ્રેસના સભ્યો વચ્ચે ભારે હોબાળો થયો હતો. જેમાં આઠ મુદ્દાના એજન્ડા સાથે યોજાયેલી આ સામાન્ય સભામાં કેટલાક ઠરાવો સામે વિપક્ષે વિરોધ નોંધાવ્યો હતો, તો કેટલાક ઠરાવોનું વાચન કરવાની માંગ સાથે સભામાં ગરમાવો આવ્યો હતો.

કોંગ્રેસના 11 સભ્યોએ કર્યો વિરોધ

સમગ્ર ઘટના અનુસાર, સામાન્ય સભા દરમિયાન ખાસ કરીને અગાઉ પ્રમુખસ્થાનેથી ગૌચરની જમીન સામાજિક વનીકરણ વિભાગને ફાળવવા અંગે લેવાયેલા નિર્ણય લેવાયો હતો. જે દરમિયાન કોંગ્રેસના 11 સભ્યોએ વિરોધ દર્શાવ્યો હતો. આ દરમિયાન વિપક્ષી સભ્યોએ આ નિર્ણયને પ્રજાપ્રતિકૂળ ગણાવી બોર્ડમાં હંગામો મચાવ્યો હતો અને એજન્ડાના ચોક્કસ મુદ્દાઓ સામે અસહમતિ દર્શાવી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ગૌચર મુદ્દે વિપક્ષ દ્વારા ખોટો ભ્રમ ફેલાવાય રહ્યો હોવાનો દાવો

તો બીજી તરફ, નગરપાલિકા પ્રમુખ અને શાસક પક્ષ ભાજપના 25 સભ્યોએ વિપક્ષના વિરોધને તદ્દન પાયાવિહોણો અને રાજકીય પ્રેરિત ગણાવ્યો હતો. શાસક પક્ષે જણાવ્યું કે, શહેરના સર્વાંગી વિકાસ માટે લેવાલા તમામ મહત્ત્વના ઠરાવો બહુમતી અને સર્વાનુમતે પસાર કરાયા છે. ગૌચર મુદ્દે વિપક્ષ દ્વારા ખોટો ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો હોવાનો દાવો પણ પાલિકા પ્રમુખે કર્યો હતો.

પહેલી વખત જનરલ બોર્ડની સભા પત્રકારોની હાજરી

આ બેઠકની ખાસિયત એ રહી હતી કે, સાવરકુંડલા નગરપાલિકાના ઇતિહાસમાં પહેલી વખત જનરલ બોર્ડની સભા મીડિયા અને પત્રકારોની હાજરીમાં યોજાઈ હતી. આ અગાઉ મોટે ભાગે બંધ બારણે યોજાતી બેઠકોના બદલે આ વખતે પ્રજાલક્ષી કામોની જાણકારી પારદર્શક રીતે લોકો સુધી પહોંચે તે હેતુથી સભા ખુલ્લા દરવાજે યોજવામાં આવી હતી.

આ પણ વાંચો : અમદાવાદમાં જૂના મકાનો તોડવા માટે નવી પોલિસી: ડિમોલિશનના 7 દિવસ પહેલાં AMCને જાણ કરવી ફરજિયાત

Back to top button