આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

ઇન્ટેલમાં કરાશે મોટા પાયે છટણી, એક સાથે 10 હજાર લોકો ગુમાવશે નોકરી

કેલિફોર્નીયા, 19 જૂન, 2025: વિશ્વમાં ચિપ બનાવનારી કેટલીક મોટી કંપનીઓમાં સામેલ ઇન્ટેલ જુલાઇ 2025થી પોતાના ઉત્પાદન એકમમાં 15થા 20 ટકા કર્મચારીઓની છટણી કરવા જઇ રહી છે. આ ફેંસલાથી 10,000તી વધુ લોકોની નોકરીઓ જઇ શકે છે. આ છટણીને કંપનીના ઇતિહાસમાં સૌથી મોટામાંની એક હોવાનું મનાય છે. આ છટણીને કારણે ઇન્ટેલના ફાઉન્ડ્રી ડિવીઝનને અસર થશે, જેમાં કંપનીના 1 ફેબ પ્લાન્ટ સામેલ છે, તેમાં ફેક્ટરી ટેકનિશીયનથી લઇને નવી ચિપ ડિઝાઇન કરારના રિસર્ચર સુધીનો સમાવેશ થાય છે, એટલે કે જો છટણી ગ્રાઉન્ડ લેવલથી લઇને ઊંચી ટેકનિકલ ટીમ સુધીની થઇ શકે છે.

નો બાયઆઉટ, નો રિટાયરમેન્ટ સ્કીમ

પાછલા વખતની જેમ જ આ વખતે ઇન્ટેલ કોઇને સ્વૈચ્છિક રિટાયરમેન્ટ કે બાયઆઉટનો વિકલ્પ આપશે નહીં. જેનું પ્રદર્શન નબળું રહ્યુ છે, કે જેમની જરૂરિયાત હવે રહી નથી તેમની નોકરી જઇ શકે છે. કંપનીના અનુસાર આ ફેંસલો અત્યંત કઠિન છે, પરંતુ હાલની નાણાંકીય સ્થિતિને જોતા જરૂરી છે.

નવી સીઇઓની કડક રણનીતિ

માર્ચ 2025માં આવેલા CEO લિપ-બૂ ટેન કંપનીમાં મોટો ફેરફાર લાવી રહ્યા છે. તેમનું માનવું છે કે ઓછા લોકો સાથે વધુ અને સારું કામ કરી શકાય છે. એપ્રિલમાં, તેમણે ઇન્ટેલમાં કર્મચારીઓમાં 20 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી અને હવે આ કાર્યવાહી ફાઉન્ડ્રી વિભાગમાં શરૂ થઈ રહી છે.

એક વર્ષમાં ત્રણ છટણી

  • ઓગસ્ટ 2024માં, ઇન્ટેલે 15,000 લોકોની છટણી કરી હતી.
  • 2025ની શરૂઆતમાં, 20% વધુ કર્મચારીઓને દૂર કરવાની યોજના જાહેર કરવામાં આવી હતી.
  • અને હવે ત્રીજી છટણી થઈ રહી છે, જે ફેક્ટરી સ્તરે થઈ રહી છે.

આ બધી છટણી કંપનીને નુકસાનમાંથી બહાર કાઢવા અને તેને નફાના માર્ગ પર પાછી લાવવા માટે કરવામાં આવી રહી છે.

કોણ બચશે, કોણ નહીં?

ટેકનિકલ ટીમમાં જે લોકો અદ્યતન ટેકનોલોજી, લિથોગ્રાફી મશીનો અને ક્રિટિકલ રિસર્ચમાં રોકાયેલા છે તેઓ હાલમાં જોખમમાં નથી. પરંતુ જેમની જગ્યાએ મશીનો આવ્યા છે અથવા જેનો પ્રોજેક્ટ બંધ થઈ ગયો છે તેઓ તેમની નોકરી ગુમાવી શકે છે.

આટલી મોટી છટણી કેમ થઈ રહી છે?

2025ના પહેલા ક્વાર્ટરમાં ઇન્ટેલને 821 મિલિયન ડોલરનું નુકસાન થયું હતુ. કંપનીને યુએસ સરકાર તરફથી 7.9 અબજ ડોલરની સબસિડી અટવાઈ ગઈ છે. તેમજ Nvidia જેવી કંપનીઓ AI, ચિપ્સ અને ડેટા સેક્ટરમાં કઠિન સ્પર્ધાનો સામનો કરી રહી છે. આ બધા કારણોસર, ઇન્ટેલને ખર્ચ ઘટાડવાની અને ઝડપી નિર્ણયો લેવાની જરૂર છે.

શું ઇન્ટેલ ફી બેઠી થઇ શકશે?

ઇન્ટેલનો આ નિર્ણય કઠોર છે, પરંતુ કંપનીની લાચારી પણ દેખાઈ રહી છે. આનાથી હજારો પરિવારો પ્રભાવિત થશે. હવે પ્રશ્ન એ છે કે શું આ છટણી કંપનીને નફાના માર્ગ પર પાછી લાવી શકશે, કે પછી કંપનીની સ્થિતિ વધુ ખરાબ કરશે? ફક્ત સમય જ કહેશે.

આ પણ વાંચોઃ સરકારનો મોટો ફેંસલોઃ હવે UPS હેઠળના કર્મચારીઓને સેવાનિવૃત્તિ, મૃત્યુ ગ્રેજ્યુઇટીનો લાભ મળશે

Back to top button