ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

સરકારનો મોટો ફેંસલોઃ હવે UPS હેઠળના કર્મચારીઓને સેવાનિવૃત્તિ, મૃત્યુ ગ્રેજ્યુઇટીનો લાભ મળશે

નવી દિલ્હી, 19 જૂન, 2025: કેન્દ્ર સરકારે યુનિફાઇડ પેન્શન સિસ્ટમ (UPS)માં સામેલ દરેક કેન્દ્રિય કર્મચારીઓને હવે જૂની પેન્શન યોજના (OPS)હેઠળ મળનારા સેવા નિવૃત્તિ અને મૃત્યુ ગ્રેજ્યુઇટીનો લાભ પણ મળશે.

સરકારી કર્મચારીઓના એક મોટા વર્ગની આ લાંબા સમયની માંગણી પર, કેન્દ્રના પર્સોનલ રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે આ પગલું સરકારી કર્મચારીઓની એક મહત્વપૂર્ણ માંગણીને પૂર્ણ કરે છે અને નિવૃત્તિ લાભોમાં સમાનતા લાવે છે. તેમણે કહ્યું કે નવી જોગવાઈ રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ (NPS) હેઠળ તમામ શ્રેણીના કર્મચારીઓ માટે સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવાની સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

સિંહે છેલ્લા 11 વર્ષમાં કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયની સફર પર આયોજિત એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે શાસનને સરળ બનાવવા, નાગરિકોને સશક્ત બનાવવા અને વહીવટને માનવીય બનાવવાના ઉદ્દેશ્યથી ઘણા સુધારા કરવામાં આવ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે UPS હેઠળ આવતા કેન્દ્ર સરકારના કર્મચારીઓ હવે સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (NPS હેઠળ ગ્રેચ્યુઇટીની ચુકવણી) નિયમો, 2021 ની જોગવાઈઓ અનુસાર નિવૃત્તિ અને મૃત્યુ ગ્રેચ્યુઇટી લાભો માટે પાત્ર બનશે.

પર્સોનલ મંત્રાલયના પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગ (DoPPW) એ બુધવારે UPS હેઠળ આવરી લેવામાં આવતા કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે OPS હેઠળ લાભો મેળવવા માટેના વિકલ્પો પર એક આદેશ જારી કર્યો હતો, જેમાં સરકારી કર્મચારીના સેવા દરમિયાન મૃત્યુ પર અથવા અસમર્થતા અથવા અપંગતાને કારણે સરકારી સેવામાંથી તેમની સમાપ્તિ પર સમાવેશ થાય છે.

“આ આદેશ કર્મચારીને સેવા દરમિયાન મૃત્યુના કિસ્સામાં ફરીથી OPSના દાયરામાં લાવવા કે નહીં તે પસંદ કરવાનો વિકલ્પ આપે છે. તે પ્રગતિશીલ પ્રકારનું છે અને કર્મચારીઓ દ્વારા માંગવામાં આવતી સ્પષ્ટતાઓને સંબોધિત કરે છે,” એમ DOPPWના સચિવ વી શ્રીનિવાસે જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ રેર અર્થ મેગ્નેટમાં ચીનની નિર્ભરતા ઓછી કરવાના સરકારના પ્રયાસ

Back to top button