મેલેરિયાની વિરુદ્ધ ભારતની સ્વદેશી વેક્સિન, ICMRએ તૈયાર કરી

નવી દિલ્હી, 4 ઓગસ્ટ 2025: ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ બાયોટેકનોલોજી વિભાગ સાથે મળીને મેલેરિયા વિરોધી રસી તૈયાર કરી છે. હવે કાઉન્સિલે ખાનગી કંપનીઓને આ રસી બજારમાં લોન્ચ કરવા માટે અરજી કરવા વિનંતી કરી છે. જોકે, આ બાબતથી પરિચિત લોકોના મતે, આ રસીને સંપૂર્ણપણે તૈયાર થવામાં અને બજારમાં આવવામાં હજુ પણ લગભગ 6 થી 7 વર્ષ લાગવાની શક્યતા છે.
HT રિપોર્ટ અનુસાર, આ સ્વદેશી રસીને સંપૂર્ણપણે તૈયાર થવા માટે ઘણા તબક્કાઓમાંથી પસાર થવું પડશે. સૌ પ્રથમ, તેને ‘ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ અને પ્રોડક્શન, ટોક્સિસિટી’ ના માપદંડોને પૂર્ણ કરવા પડશે, જેમાં ઓછામાં ઓછા 2 વર્ષ લાગશે. તે પછી, ક્લિનિકલ ટ્રાયલ, જેમાં નિયમનકારી મંજૂરી પણ શામેલ હશે, તેમાં પણ ઓછામાં ઓછા બે વર્ષ લાગશે. આ પછી, ફેઝ 2B અને ફેઝ 3B ના ક્લિનિકલ ટ્રાયલ પણ થશે, જેમાં બે થી ત્રણ વર્ષ લાગશે. આ પછી, કોમર્શિયલ લાઇસન્સ મેળવવામાં પણ ઓછામાં ઓછા 6 મહિના લાગશે.
ICMR દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી Adfalcivax નામની આ સ્વદેશી રસી પ્લાઝમોડિયમ ફાલ્સીપેરમ (મેલેરિયાના સૌથી ઘાતક પરોપજીવી) ના બે મુખ્ય તબક્કાઓને અસર કરે છે. આ રસી લેક્ટોકોકસ લેક્ટિસ નામના સલામત ફૂડ-ગ્રેડ બેક્ટેરિયમ પર પ્રયોગ કરીને બનાવવામાં આવી છે. આ રસી એક કાઇમરિક પ્રકારની રસી છે, જેનો અર્થ છે કે તે ઘણા પ્રકારના આનુવંશિક સામગ્રીને મિશ્રિત કરીને અને હાઇબ્રિડ માળખું બનાવીને તૈયાર કરવામાં આવે છે
આ પણ વાંચો : ઝારખંડના પૂર્વ મુખ્યપ્રધાન શિબુ સોરેનનું નિધન, જાણો કેવી છે રાજકીય કરિયર












