ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

અમેરિકી હુમલામાં ભારતીયોના મોતથી ઈરાન દુઃખી, ટ્રમ્પની નીતિઓ પર કર્યા પ્રહાર

Indian Sailor Death: ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અને પબ્લિક ડિપ્લોમસી સેન્ટરના વડા ઇસ્માઇલ બકાઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરી ભારતીય નાવિકોના મોત પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે ઈરાન મૃતક ભારતીય ખલાસીઓના પરિવારો અને મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે તેમજ ભારતની જનતા અને ભારત સરકાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે.

ઇસ્માઇલ બકાઈએ પોતાના નિવેદનમાં અમેરિકા સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે આ હુમલાઓ અમેરિકાની કથિત હથિયારબંદ લૂંટ અને સરકારી સમુદ્રી ડાકુગીરીની સતત ચાલતી નીતિનું સ્પષ્ટ ઉદાહરણ છે. આવી કાર્યવાહી આંતરરાષ્ટ્રીય કાયદા અને દરિયાઇ સુરક્ષાના સિદ્ધાંતોની વિરુદ્ધ છે.

ઇસ્માઇલ બકાઈએ વધુમાં કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાયે અમેરિકાના કથિત ગેરકાયદેસર વર્તન માટે તેને જવાબદાર ઠેરવવું જોઈએ. આવી પ્રવૃત્તિઓ વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે જોખમ ઊભું કરે છે અને સમુદ્રી માર્ગો પર સુરક્ષિત તથા સ્વતંત્ર અવરજવરને પણ અસર પહોંચાડે છે.

24 ક્રૂ સભ્યોમાંથી 21 બચ્યા

ઓમાનના કિનારા નજીક અમેરિકી હુમલાનો દાવો કરવામાં આવેલા કોમર્શિયલ જહાજમાં કુલ 24 ભારતીય ક્રૂ સભ્યો હતા. 21 ભારતીયોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા, જ્યારે ત્રણ ભારતીયો ગુમ હતા. બાદમાં ગુમ થયેલા લોકોમાંથી બેના મૃતદેહ મળી આવ્યા હતા. જોકે, ચીફ એન્જિનિયર પટાનાલા સુરેશનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. અહેવાલો અનુસાર, તેઓ જીવિત મળવાની શક્યતા હવે ખૂબ ઓછી છે.

આ ઘટનાને લઈને ભારત સરકારે કડક પ્રતિક્રિયા આપી છે. ભારતના વિદેશ મંત્રાલયે આ હુમલાની નિંદા કરતા નવી દિલ્હીમાં અમેરિકી રાજદૂતાવાસના પ્રતિનિધિને સત્તાવાર વિરોધપત્ર પાઠવ્યો છે.

આ પણ વાંચો: દુનિયાના પ્રથમ ખરબપતિ બનશે એલન મસ્ક, તાઈવાનના GDP જેટલી નેટવર્થ થઈ

Back to top button