ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

ભારતીય રેલવેના કર્મચારીઓ માટે 1 કરોડ રૂપિયાનું દુર્ઘટના મૃત્યુ કવર પ્રદાન કરવા માટે SBIએ કર્યા MOU

નવી દિલ્હી, 2 સપ્ટેમ્બર, 2025: ભારતીય રેલવેએ પોતાના કર્મચારીઓ અને તેમના પરિવારો માટે વીમા કવરેજ વધારવા માટે ભારતીય સ્ટેટ બેન્ક (SBI)ની સાથે એક સમજૂતિ કરાર (MOU)કર્યો છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની ઉપસ્થિતિમાં હસ્તાક્ષર કરવામાં આવેલા આ MOU એવા કર્મચારીઓને મહત્ત્વપૂર્ણ લાભ પ્રદાન કરે છે જેઓ એસબીઆઇમાં પોતાનું સેલરી એકાઉન્ટ ધરાવતા હોય.

નવા MOU હેઠળ કર્મચારીઓને 1 કરોડ રૂપિયાનો દુર્ઘટના (એક્સીડન્સ) મૃત્યુ વીમાનું કવરેજ મળશે. આ કેન્દ્રિય સરકારી કર્મચારી સમૂહ વીમા યોજન (CGEGIS) હેઠળ ગ્રુપ A, B, અને C કર્મચારીઓ માટે અનુક્રમે રૂ. 1.20 લાખ રૂપિયા, 60,000 રૂપિયા અને 30,000 રૂપિયાની પાછલી કવરેજ રકમમાં ઘણી મોટો વધારો છે.

આ ઉપરાંત એસબીઆઇમાં સેલરી એકાઉન્ટ ધરાવનારા રેલવેના કર્ચમારીઓ 10 લાખ રૂપિયાનો નેચરલ ડેથ વીમા કવરેજ માટે માટે પણ પાત્ર બનશે. ઉલ્લેખનીય છે કે આ લાભ માટે કોઇ પ્રિમીયમ ચૂકવણી કે મેડીકલ ટેસ્ટની આવશ્યકતા રહેશે નહી.

વિસ્તૃત કવરેજ વિગતો

MOUમાં અનેક પૂરક વીમા કવર પણ સામે છે. તેમાં 1.60 કરોડ રૂપિયાનો હવાઇ દુર્ઘટના વીમા મૃત્યુનો પણ સમાવેશ થાય છે, જેમાં Rupay ડેબિટ કાર્ડ પર 1 કરોડ રૂપિયા સુધીનું વધારાનું કવરેજ છે. તેના સિવાય વ્યક્તિગત દુર્ઘટના (પર્સનલ એક્સીડન્ટ) સ્થાયી કુલ વિકલાંગતા કવર 1 કરોડ પર નિર્ધારિત છે, જ્યારે પર્સનલ એક્સીડન્ટમાં આંશિક વિકલાંગતાનું કવર રૂ. 80 લાખ સુધી પહોંચી શકે છે.

આ પણ વાંચોઃખાંડની મિલો, ડિસ્ટીલરીઓને પ્રતિબંધ વિના ઇથેનોલ બનાવવાની મંજૂરી 

Back to top button