‘મને ખબર જ ન હતી કેમેરા ચાલુ છે’: અમીન જાઝ સાથે કિસિંગ વીડિયો લીક પર અપૂર્વા મુખીજાએ તોડ્યું મૌન
Apoorva Makhija: સોશિયલ મીડિયા પર ‘ધ રેબેલ કિડ’ (The Rebel Kid) તરીકે જાણીતી કન્ટેન્ટ ક્રિએટર અપૂર્વા મુખીજાએ અમીન જાઝ સાથેના તેના કથિત કિસિંગ વીડિયો લીક થવાના વિવાદ પર આખરે પોતાનું મૌન તોડ્યું છે. પોતાના તાજેતરના વ્લોગ (Vlog) માં અપૂર્વાએ ખુલાસો કર્યો હતો કે આ વીડિયો આશરે એક વર્ષ જૂનો છે અને તે સમયે બંનેમાંથી કોઈને ખ્યાલ નહોતો કે તેમનું રેકોર્ડિંગ થઈ રહ્યું છે.
હીથ્રો એરપોર્ટ પર મેસેજનો ઢગલો અને આઘાત
અપૂર્વાએ સ્પષ્ટતા કરી કે આ ઘટના લગભગ એક વર્ષ પહેલાં એક ખાનગી પાર્ટી દરમિયાન બની હતી. તે તેની અને અન્ય વ્યક્તિ વચ્ચેની એક અંગત ક્ષણ હતી, અને તેમને બિલકુલ અંદાજ નહોતો કે કોઈ કેમેરો ચાલુ છે. જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે અપૂર્વા તુર્કીથી ન્યૂયોર્ક જઈ રહી હતી અને લંડનના હીથ્રો એરપોર્ટ પર લે-ઓવર દરમિયાન રોકાઈ હતી. અચાનક વોટ્સએપ પર સેંકડો મેસેજીસ આવવા લાગ્યા. આ આઘાત સહન ન થતાં તે હજારો પ્રવાસીઓની ભીડ વચ્ચે એરપોર્ટ પર જ બેસીને રડવા લાગી હતી.
માતા-પિતાએ પહેલીવાર વીડિયો જોયો: સૌથી મોટો આંચકો
અપૂર્વા માટે સૌથી વધુ મુશ્કેલ ક્ષણ એ હતી જ્યારે તેને જાણ થઈ કે તેના માતા-પિતાએ પણ આ ક્લિપ જોઈ લીધી છે. અપૂર્વાએ જણાવ્યું.
“મારા માતા-પિતાએ આ વીડિયો પહેલીવાર જોયો. તેમને ખબર પણ નહોતી કે મારો કોઈ બોયફ્રેન્ડ છે. તેમને આ વિશે કોઈ જ અંદાજ નહોતો, જેના કારણે હું માનસિક રીતે સંપૂર્ણપણે ભાંગી પડી હતી.”
આ પણ વાંચો:મોદીના 25 વર્ષના રાજકીય સફરની ચર્ચા, વિશ્વના દિગ્ગજ નેતાઓએ પાઠવ્યા અભિનંદન
ભૂતકાળના વિવાદો અને પ્રોજેક્ટ્સ
‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ વિવાદ: ફેબ્રુઆરી 2025માં સમય રૈનાના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ના એક એપિસોડમાં વિવાદાસ્પદ જોક્સ અને ટિપ્પણીઓ બાદ અપૂર્વા સામે ભારે વિરોધ થયો હતો. તે પેનલનો ભાગ હોવાથી તેના વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધાઈ હતી અને તેને જાનથી મારી નાખવાની તેમજ રેપની ધમકીઓ મળી હોવાનો ખુલાસો પણ તેણે કર્યો હતો.
‘લોક અપ’ શોમાં એન્ટ્રી: આ અગાઉ તે રિયાલિટી શો ‘લોક અપ’ માં બે અઠવાડિયા માટે ઇન્ફોર્મન્ટ (ખબરી) તરીકે જોડાઈ હતી, જ્યાં તેણે સ્પર્ધકો વચ્ચે ચર્ચા જગાવી હતી.
આ પણ વાંચો:ICC Rankings: ગિલની બોલિંગનો જલવો, કોહલી શૂન્ય પર થયો આઉટ












