શાકભાજીથી લઈને અનાજ સુધી મોંઘવારીનો માર, RBIની વધી ચિંતા
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા ગુરુવારે જાહેર કરાયેલા આંકડા અનુસાર, ઓક્ટોબરમાં ખાદ્ય મોંઘવારી દર વધીને 8.94 ટકા થયો છે, જ્યારે સપ્ટેમ્બરમાં તે 7.74 ટકા હતો. એટલે કે એક જ મહિનામાં ખાદ્ય ચીજવસ્તુઓની મોંઘવારીમાં મોટો ઉછાળો નોંધાયો છે. ખાદ્ય ચીજોના ભાવ વધવાની સીધી અસર સામાન્ય પરિવારોના બજેટ પર પડી રહી છે. CPI એટલે કે ગ્રાહક ભાવ સૂચકાંકમાં ખાદ્ય પદાર્થોનો હિસ્સો આશરે 40 ટકા છે. તેથી ખાદ્ય ચીજોના ભાવ વધવાથી કુલ છૂટક મોંઘવારી પર પણ દબાણ વધે છે.
આ પણ વાંચો:મુંબઈમાં હડકંપ : અમિતાભ બચ્ચનનું ઘર, એરપોર્ટ અને મેયરની ઓફિસને બોમ્બથી ઉડાડવાની મળી ધમકી
ડુંગળી અને લસણના ભાવ વધતાં બજેટ ખોરવાયું
ઓક્ટોબર મહિનામાં જે ચીજવસ્તુઓના ભાવમાં સૌથી વધુ વધારો નોંધાયો છે, તેમાં ડુંગળી સૌથી મોખરે રહી છે. આંકડા અનુસાર, સૌથી વધુ મોંઘી થયેલી ટોચની 5 ચીજવસ્તુઓ નીચે મુજબ છે.
| ચીજવસ્તુ | ભાવમાં વધારો |
|---|---|
| ડુંગળી | 116.22% |
| લસણ | 60.74% |
| આદુ | 48.32% |
| લીંબુ | 47.30% |
| ચાંદીના ઘરેણાં | 52.39% |
RBI સામે વધી શકે છે મુશ્કેલી
ભારતીય રિઝર્વ બેંક (RBI)ને છૂટક મોંઘવારી દર 2થી 6 ટકાની વચ્ચે જાળવી રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે. જોકે, ઓક્ટોબરમાં મોંઘવારી આ મર્યાદા પાર કરી ગઈ છે. જેના કારણે કેન્દ્રીય બેંક સામે વ્યાજદરોને લઈને પડકાર વધી શકે છે. નોંધનીય છે કે ઓક્ટોબરમાં RBIએ લગભગ ચાર વર્ષ બાદ રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરીને તેને 5.50 ટકા કર્યો હતો. હવે 2થી 4 ડિસેમ્બર દરમિયાન યોજાનારી મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં ઓક્ટોબરના મોંઘવારીના આંકડા મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. જો મોંઘવારીનું દબાણ યથાવત રહેશે તો આગામી સમયમાં વ્યાજદરોમાં વધુ ફેરફાર થવાની શક્યતા અંગે ચર્ચા થઈ શકે છે.












