ટ્રેન્ડિંગનેશનલહેલ્થ

ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટ નિમ્બસની એન્ટ્રીઃ જાણો નિષ્ણાતોએ શું આપી સલાહ

નવી દિલ્હીઃ 19 જૂન, 2025: New Covid Variant Entry: અમેરિકા, સિંગાપુર અને હોંગકોંગ બાદ હવે ભારતમાં પણ કોરોનાનો નવો વેરિયન્ટ નિમ્બસ (એનબી.1.8.1) જોવા મળ્યો છે. પરંતુ, તેનાથી ગભરાવાની જરૂર નથી. ભારતી.ય વિજ્ઞાનીનું કહેવું છે કે, કોરોનાની હાલની સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. વર્ષ 2020થી અત્યાર સુધી કોરોના વાઇરસના અનેક સ્વરૂપ સામે આવ્યા છે. પરંતુ, ભારતીયોની રોગપ્રતિકારક શક્તિ સામે કમજોર સાબિત થઈ રહ્યા છે. નિષ્ણાતોએ જણાવ્યું કે,આ વેરિયન્ટ વધુ જોખમી નથી અને અત્યાર સુધીની દેખરખેમાં કોઈ ચિંતા જેવું જાણવા નથી મળ્યું. પંરતુ, લોકએ સાવધાન રહેવાની જરૂર છે.

ભારતમાં નવા વેરિયન્ટના બે કેસ

હાલમાં દેશની 73 વાયરોલોજી પ્રયોગશાળાઓમાંથી નમૂનાઓ પરીક્ષણ માટે આવી રહ્યા છે. RT PCR પોઝિટિવ નમૂનાઓના જીનોમ સિક્વન્સિંગ દ્વારા, NIV કોરોના વાઇરસના સ્વરૂપમાં થઈ રહેલા ફેરફારો પર સતત નજર રાખી રહ્યું છે. NIV પૂણે હાલમાં આ નવા પ્રકારોના વાઇરસ આઇસોલેશન કરી રહ્યું છે. જેથી તેનું મૂલ્યાંકન કરી શકાય કે હાલની રસીઓ તેમના પર કેટલી અસરકારક છે. હાલ ભારતમાં બે મોનોવેલેન્ટ ઓમિક્રોન આધારિત રસીઓ ઉપલબ્ધ છે, જેમાંથી એક બાયોલોજિકલ ઇ લિમિટેડ કંપનીની કોર્બિવેક્સ અને બીજી સીરમ કંપનીની કોવોવેક્સ રસી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયની સ્થિતિ પર નજર

સ્વાસ્થ્ય અને કલ્યાણ મંત્રાલય દ્વારા સ્થિતિ પર દેખરેખ રાખવામાં આવી રહી છે. તમામ વેરિયન્ટની જીનોમ સિક્વેંસિંગ રિપોર્ટ જીઆઈએસઆઈડી પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.

પૂણે-ચેન્નઈમાં મળ્યા નિમ્બસના કેસ

મળતી માહિતી મુજબ, પૂણે અને ચેન્નઈમાંથી એક-એક દર્દી મળી આવ્યા છે, જેમાં નિમ્બસ વેરિયન્ટ મળી આવ્યો છે. ભારતમાં અત્યાર સુધી આ વેરિયન્ટના ફક્ત બે કેસ જ નોંધાયા છે, એક ચેન્નાઈનો અને એક પૂણેનો. બંને કિસ્સાઓમાં, લક્ષણો મધ્યમ સ્તરના જોવા મળ્યા છે.

આ પણ વાંચોઃ શાહરૂખ ખાને આ 5 ફિલ્મો કરી હતી રિજેક્ટ, જે પાછળથી બ્લોકબસ્ટર બની

આ પણ વાંચોઃ નૂરખાન અને શોરકોટ એરબેઝ પર હુમલા બાદ અમે યુદ્ધવિરામ માટે સંમત થયા : પાક. વિદેશ પ્રધાન ઇશાક ડારની કબૂલાત

Back to top button