ટ્રેન્ડિંગનેશનલ

બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યા અંગે વિદેશ મંત્રાલયનો જવાબ આવ્યો, જાણો શું કહ્યું

નવી દિલ્હી: બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર થયેલી હિંસા પર વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી છે. મંત્રાલયે જણાવ્યું કે ભારત બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર ઉગ્રવાદીઓ દ્વારા કરવામાં આવી રહેલી ચિંતાજનક ઘટનાઓથી વાકેફ છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે આવી ઘટનાઓ લઘુમતીઓમાં અસુરક્ષાની લાગણી વધારે છે. આ સાથે, તેમણે આવી ઘટનાઓ પર કડક રીતે વ્યવહાર કરવાની વાત કરી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, અમે સતત જોઈ રહ્યા છીએ કે ઉગ્રવાદીઓ અલ્પસંખ્યકો તેમજ તેમના ઘર અને વ્યવસાય પર વારંવાર હુમલા કરી રહ્યા છે. આવી સામ્પ્રદાયિક ઘટનાઓ સામે ઝડપી અને કડક કાર્યવાહી કરવાની જરૂર છે. જયસ્વાલે કહ્યું, “અમે આવી ઘટનાઓને વ્યક્તિગત દુશ્મનાવટ, રાજકીય મતભેદો અથવા અન્ય કારણોસર જોડવાનુ એક ચિંતાજનક વલણ જોયું છે. તેમણે ઉમેર્યું કે આવી અજ્ઞાનતા ગુનેગારોને પ્રોત્સાહન આપે છે અને લઘુમતીઓમાં ભય અને અસુરક્ષાની ભાવના વધારે છે.

18 દિવસમાં 6 હિન્દુઓની હત્યા

માલદીવના મીડિયા આઉટલેટ કાફુ ન્યૂઝના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યામાં થયેલા વધારાથી ફરી એકવાર સ્પષ્ટ થયું છે કે જ્યારે પણ સરકારની પકડ નબળી પડે છે ત્યારે હિન્દુ લઘુમતીઓ સામે હિંસા વધે છે. લઘુમતીઓ સામે વધતા અત્યાચાર તરફ ઈશારો કરતા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્તમાન પરિસ્થિતિ માત્ર હિંસક ગુનાઓ જ નહીં પરંતુ નાગરિકોનું રક્ષણ કરવામાં રાજ્યની નિષ્ફળતાને પણ ઉજાગર કરે છે. બાંગ્લાદેશમાં 18 દિવસમાં છ હિન્દુ પુરુષોની હત્યા કરવામાં આવી છે.

આ પણ વાંચો: હિમાચલના સિરમૌરમાં ખાનગી બસ ખીણમાં પડી, 8 ના મોત, 5 ઘાયલ

Back to top button