હિમાચલના સિરમૌરમાં ખાનગી બસ ખીણમાં પડી, 8 ના મોત, 5 ઘાયલ

હિમાચલ પ્રદેશના સિરમૌરમાં શુક્રવારે એક મોટો માર્ગ અકસ્માત થયો. મુસાફરોને લઈ જતી એક ખાનગી બસ 200 મીટર ઊંડી ખીણમાં ખાબકી ગઈ. આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે અને પાંચ ઘાયલ થયા છે. ઘટનાસ્થળે અફડાતફડી મચી ગઈ હતી.
અકસ્માતમાં બસના ફુરચા નીકળી ગયા
આ ખાનગી બસ શિમલાથી કુપવી જઈ રહી હતી. સિરમૌર જિલ્લાના રેણુકાજી વિધાનસભા મતવિસ્તારમાં આવેલા હરિપુરધરમાં “જીત કોચ” તરીકે ઓળખાતી બસ રસ્તા પરથી ઉતરીને ખાડામાં પડી ગઈ હોવાનું જાણવા મળે છે. હરિપુરધર બજારથી થોડા પહેલા જ બસ ખાડામાં પડી ગઈ હતી. જાણવા મળ્યું છે કે બસ ખચાખચ ભરેલી હતી. અકસ્માતને કારણે બસ સંપૂર્ણપણે નાશ પામી છે. ઘટના બાદ, લોકોનું ટોળું ઘટનાસ્થળે દોડી આવ્યું હતું અને મૃતકો અને ઘાયલોને બસમાંથી બહાર કાઢ્યા હતા.
#WATCH हिमाचल प्रदेश: सिरमौर जिले में हरिपुरधार के पास कुपवी से शिमला जा रही एक प्राइवेट बस के सड़क से नीचे गिरने से हुए हादसे में 8 लोगों की मृत्यु हो गई है। pic.twitter.com/Lmcpmj02kb
— ANI_HindiNews (@AHindinews) January 9, 2026
મૃત્યુઆંક વધી શકે છે
સિરમૌરના પોલીસ અધિક્ષક નિશ્ચિંત સિંહ નેગીએ જણાવ્યું કે, “કુપવીથી શિમલા જતી એક ખાનગી બસ સિરમૌર જિલ્લાના હરિપુરધાર પાસે રસ્તા પરથી નીચે પડી જતાં આઠ લોકોના મોત થયા છે. મૃત્યુઆંક વધી શકે છે. બસમાં 30-35 લોકો સવાર હતા અને વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. હું ઘટનાસ્થળે જઈ રહ્યો છું. પોલીસ અને અન્ય બચાવ ટીમો ઘાયલોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે.”
આ પણ વાંચો: I-PAC પર EDના દરોડાના વિરોધમાં મમતા બેનર્જી રસ્તા પર ઉતર્યા












