ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં માવઠાનું સંકટ

Gujarat Weather Forecast:  રાજ્યમાં હવામાન વિભાગ (IMD) દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ (માવઠું) પડવાની ગંભીર આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર એરિયા જેવી વિવિધ હવામાન સિસ્ટમ સક્રિય થવાના કારણે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ગત 29 ઓક્ટોબરની સાંજે અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા, ત્યારબાદ હવે 30 અને 31 ઓક્ટોબર દરમિયાન 7થી વધુ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવાઈ છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

જિલ્લાવાર વરસાદની આગાહી

30 ઓક્ટોબરની આગાહી:

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 30 ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ તથા દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ કમોસમી વરસાદ પડી શકે છે.

31 ઓક્ટોબરની આગાહી:

શનિવારે (31 ઓક્ટોબર) રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં ગાજવીજ સાથે માવઠું પડવાની પૂરેપૂરી શક્યતા છે.

આ પણ વાંચોઃ ન્યૂઝીલેન્ડ સામેની હાર બાદ શ્રેયસ અય્યરે બોલરોને લઈને કરી મોટી વાત

કયા કારણોસર સર્જાયો વરસાદી માહોલ?

1. લો પ્રેશર એરિયા: ઉત્તર છત્તીસગઢ અને પૂર્વ મધ્ય પ્રદેશ પર લો પ્રેશર એરિયા સ્થિત છે. તેની સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા વરસાદી વાતાવરણ બન્યું છે.

2. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ: ઉત્તર પંજાબ અને આસપાસના વિસ્તારો પર દરિયાઈ સપાટીથી 4.5 કિમી ઉપર સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ટ્રોપોસ્ફેરિક પશ્ચિમી પવનો ફૂકાઈ રહ્યા છે.

3. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન: દક્ષિણ ગુજરાત અને તેને અડીને આવેલા વિસ્તારો પર દરિયાઈ સપાટીથી 0.9 કિમી ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જેના લીધે રાજ્યમાં માવઠાની સ્થિતિ ઊભી થઈ છે.

આ પણ વાંચોઃ મુંબઈ ઈન્ડિયન્સમાં ફરી થશે રોહિત શર્માનો રાજ્યાભિષેક? હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ પર તોળાતું સંકટ!

Back to top button