ગુજરાતટોપ ન્યૂઝ

કચ્છમાં ગેરકાયદે વેપારનો પર્દાફાશ : પ્રતિબંધિત આર્મી કોમ્બેટ યુનિફોર્મના કાપડનો જથ્થો ઝડપાયો

Illegal trade busted in Kutch : કચ્છમાં ગેરકાયદેસર વેપાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પ્રતિબંધિત આર્મી યુનિફોર્મના કાપડનો મોટો જથ્થો ઝડપાયો છે. આ કાર્યવાહી મિલિટરી ઈન્ટેલિજન્સ અને ભુજ પોલીસ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી હતી. જેમાં ભુજના RTO સર્કલ અને માધાપર વિસ્તારમાં આવેલી બે આર્મી-સ્પોર્ટ્સ સ્ટોર પર દરોડા પાડવામાં આવ્યા હતા.

તપાસમાં 128 મીટર કોમ્બેટ યુનિફોર્મ ફેબ્રિક મળ્યું

 

મળતી માહિતી અનુસાર, ભુજના RTO સર્કલ તથા માધાપર વિસ્તારમાં આવેલી બે દુકાનો પોલીસ અને મિલિટરી ઈન્ટેલિજન્સના રડારમાં આવી હતી. ત્યારબાદ બંન્ને ટીમોએ સંયુક્ત રીતે કાર્યવાહી કરી દુકાનોમાં તપાસ કરી  હતી. આ તપાસમાં આર્મી દ્વારા ઉપયોગમાં લેવાતા કોમ્બેટ યુનિફોર્મના કાપડ અને તૈયાર ડ્રેસનો જથ્થો મળ્યો છે. આ દરમિયાન પોલીસને કુલ 128 મીટર કોમ્બેટ યુનિફોર્મ ફેબ્રિક મળી આવ્યું છે. આ ઉપરાંત 50 જોડી કોમ્બેટ ડ્રેસ પણ જપ્ત કરાયા છે. પ્રતિબંધિત પ્રકારના આર્મી યુનિફોર્મના કાપડ અને તૈયાર વસ્ત્રોનો આટલો મોટો જથ્થો મળતા તપાસ એજન્સી સતર્ક બની છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

તપાસમાં 280 કેપ અને 36 કોટ-જેકેટ ઝડપાયા

 

આ તપાસ દરમિયાન પોલીસે કોમ્બેટ ડ્રેસ ઉપરાંત મોટી સંખ્યામાં આર્મીની કેપ અને કોટ-જેકેટ પણ કબજે કર્યા છે. આ કાર્યવાહી દરમિયાન કુલ 280 નંગ કેપ અને 36 નંગ કોટ-જેકેટ સગિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સમગ્ર જથ્થો કાયદેસરની મંજૂરી વિના વેચાણ માટે રખાયો હતો કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

 

આ સમગ્ર મામલે નથુસિંહ ઢાકા અને કાનજી મહેશ્વરી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત દુકાનમાલિક તારાચંદ શિવરાન સામે પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ છે. જપ્ત કરાયેલા મુદ્દામાલના સ્ત્રોત અને તેને ક્યાંથી લાવવામાં આવ્યો તે અંગે તપાસ હાથ ધરાઈ રહી છે. ત્યારે પોલીસ અને મિલિટરી ઇન્ટેલિજન્સ દ્વારા જપ્ત કરાયેલા મુદ્દામાલ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ સામગ્રી પાછળ કોઈ મોટું સપ્લાય નેટવર્ક છે કે કેમ ? તે દિશામાં પણ તપાસ આગળ વધે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : ખાંડના ભાવમાં રાહત મળશે: એક્સ-મિલ કિંમત 18% ઘટીને રૂ.55 પ્રતિ કિલો

Back to top button