ગુજરાતટ્રાવેલટ્રેન્ડિંગનેશનલમીડિયાવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજી

એરબસ અને બોઇંગમાં શું છે તફાવત? દૂરથી જ કેવી રીતે ઓળખી શકશો?

એચડી ન્યૂઝ, 14 જૂન, 2025 – How will you differentiate between Airbus and Boeing? અમદાવાદમાં ભયાનક વિમાન દુર્ઘટના બની ત્યારથી સામાન્ય લોકોના મનમાં વિમાનની કંપની તેમજ તેની ગુણવત્તા અંગેના પ્રશ્નો ઊઠી રહ્યા છે. તેની સાથે લોકોને એવો પણ વિચાર આવે છે કે, કયું વિમાન કઈ કંપનીએ બનાવેલું છે એ કેવી રીતે ઓળખી શકાય? તો ચાલો એ દિશામાં થોડી માહિતી મેળવી લઈએ.

ગત ગુરુવારને 12 જૂન, 2025ના રોજ અમદાવાદથી લંડન જતાં 787-8 ડ્રીમલાઇનર ટેકઓફ કરતાં જ ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટનામાં 270થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. મૃતકોમાં વિમાનના મુસાફરો અને ક્રુ સભ્યો ઉપરાંત મેડિકલ હોસ્ટેલના વિદ્યાર્થીઓ, કેટલાક ડોક્ટરો તેમજ આસપાસના વિસ્તારના કેટલાક સામાન્ય લોકોનો પણ સમાવેશ થતો હતો. આ પ્લેન ક્રેશમાં મુસાફરો પૈકી માત્ર એક જ વ્યક્તિ બચી શકી હતી.

જોકે, આ બધા ઘટનાક્રમ વચ્ચે સામાન્ય નાગરિકોને વિમાન બનાવતી કંપનીઓમાં પણ રસ પડ્યો છે કેમ કે મીડિયા દ્વારા સતત વિમાની કંપની વિશે લખવામાં આવી રહ્યું છે, ટીવી સમાચારોમાં પણ વિમાની કંપની વિશે ચર્ચા થાય છે. 787-8 ડ્રીમલાઇનર વિમાન નિર્માતા કંપની બોઇંગ દ્વારા બનાવવામાં આવે છે. બોઇંગનો ઉપયોગ વિશ્વભરની એરલાઇન્સ કરે છે. એ જ રીતે તેઓ એરબસ કંપનીના વિમાનોનો પણ ફ્લાઇટ તરીકે ઉપયોગ કરે છે. તમે આ બંને કંપનીના વિમાનોને એરપોર્ટ પર અથવા ઉડતા જોયા હશે, પરંતુ એરબસ અને બોઇંગમાં તફાવત ઓળખવો થોડું મુશ્કેલ હોઈ શકે છે, ખાસ કરીને જો તમે વિમાનના શોખીન ન હોવ ત્યારે. તો પ્રશ્ન એ થાય કે એ ઓળખવા કેવી રીતે?

સૌથી પહેલાં તો, બોઇંગ અને એરબસના વિમાનોના નોઝ (આગળના ભાગ)ના આકારમાં ઘણો તફાવત હોય છે, જેનાથી તમે આ બંનેને અલગ-અલગ ઓળખી શકો છો.
બોઇંગ: તેનું નોઝ અણીદાર અને તીક્ષ્ણ હોય છે, જે તીરની જેમ દેખાય છે.
એરબસ: તેનું નોઝ ગોળ અને અર્ધ-ગોળાકાર હોય છે, જે થોડું ચપટું અને નરમ દેખાય છે.
બોઇંગ: તેના કોકપિટની બાજુની બારીનો નીચેનો ભાગ ત્રાંસો એટલે કે V-આકારનો હોય છે. છેલ્લી બારીનો ખૂણો થોડો નોકદાર અને ખૂણાવાળો દેખાય છે.
એરબસ: તેની બારીઓ વધુ ચોરસ હોય છે અને તેની છેલ્લી બારીનો ઉપરનો ખૂણો થોડો કાપેલો દેખાય છે.
બોઇંગ: તેના એન્જિનનો નીચેનો ભાગ ચપટો હોય છે, જ્યારે ઉપરનો ભાગ ગોળ હોય છે. આ ઉપરાંત, બોઇંગના એન્જિન પાંખની આગળની બાજુએ લગાવવામાં આવે છે.
એરબસ: તેના એન્જિન સંપૂર્ણ ગોળ હોય છે, જે લગભગ એક પરફેક્ટ વર્તુળ જેવા હોય છે. આને પાંખની બરાબર નીચે લગાવવામાં આવે છે, જેથી વિમાનની પાછળથી જોતા તે સરળતાથી નજરે પડે છે.
બોઇંગ: તેની પૂંછડીમાં સામાન્ય રીતે હળવો ઢાળ હોય છે, જ્યાં તે વિમાનના શરીર સાથે જોડાય છે.
એરબસ: તેની પૂંછડી વિમાનના શરીર સાથે સીધી જોડાયેલી હોય છે, જે કોઈ ઢાળ વગરની હોય છે. આ એક તીક્ષ્ણ અને સીધું જોડાણ હોય છે.
બોઇંગ: તેનું પાછળનું ગિયર વિમાનમાં પાછું જાય છે, પરંતુ તેના પર કોઈ કવર હોતું નથી. જેના કારણે તેનું ગિયર થોડું દેખાય છે.
એરબસ: તેનું પાછળનું ગિયર વિમાનમાં સંપૂર્ણ રીતે એક કમ્પાર્ટમેન્ટમાં બંધ થઈ જાય છે, જેથી ટેકઓફ પછી ગિયર દેખાતું નથી.

આ પણ વાંચોઃ બોઈંગના ડ્રીમલાઈનરના અનુભવી પાયલટે એર ઈન્ડિયા પ્લેનક્રેશ વિશે શું કહ્યું, જાણો

આ પણ વાંચોઃ અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃતકના DNA મેચ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપાયો: જુઓ વિડિયો

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button