ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

કેસરોલમાં રાખેલી રોટલી કેમ થઈ જાય છે ચીકણી? ગરમ અને સોફ્ટ રોટલી માટે અજમાવો આ ટિપ્સ

How to keep roti soft in casserole:  ગરમાગરમ અને ફૂલેલી રોટલી ખાવાનું દરેકને પસંદ હોય છે. પરંતુ દર વખતે જમતી વખતે તાજી રોટલી બનાવવી આસાન નથી હોતી. આ જ કારણે મોટાભાગના ઘરોમાં એકસાથે ઘણી બધી રોટલી બનાવીને તેને કેસરોલમાં (Casserole) રાખી દેવામાં આવે છે, જેથી તે લાંબા સમય સુધી ગરમ અને નરમ રહે. જોકે, ઘણીવાર આમ કરવાથી રોટલીઓ નરમ રહેવાને બદલે ભીની અને ચીકણી થઈ જાય છે. ખાસ કરીને સૌથી ઉપર અને નીચે રાખેલી રોટલીઓમાં આ સમસ્યા વધુ જોવા મળે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

કેસરોલમાં રોટલી ભીની થવાનું મુખ્ય કારણ

આ સમસ્યાનું મુખ્ય કારણ કેસરોલની અંદર જમા થતો ભેજ છે. ગરમ રોટલીમાંથી નીકળતી વરાળ ઢાંકણું બંધ કર્યા પછી બહાર નીકળી શકતી નથી અને તે વરાળ પાણીના ટીપાં બનીને ફરી રોટલીઓ પર જામવા લાગે છે. તેનાથી રોટલીનો સ્વાદ અને ટેક્સચર બંને ખરાબ થઈ જાય છે. જો તમારા ઘરમાં પણ આ સમસ્યા થતી હોય, તો કેટલીક આસાન ટિપ્સની મદદથી તેને રોકી શકાય છે.

આ પણ વાંચોઃ એપલના લોન્ચિંગ વચ્ચે સોશિયલ મીડિયા પર સેમસંગનો કટાક્ષ: આઇફોન 18 પ્રો અને ફોલ્ડેબલ આઇફોન ડ્યુઓની કરી મજાક

  • ગરમ રોટલીને તુરંત જ કેસરોલમાં ન મૂકો: રોટલી શેકાયા કે ફૂલ્યા પછી તેને સીધી જ કેસરોલમાં મૂકીને ઢાંકણું બંધ કરી દેવું એ સામાન્ય ભૂલ છે. ગરમ રોટલીમાંથી નીકળતી વરાળ બંધ ડબ્બામાં જ રહી જાય છે, જે પાછળથી ભેજ બનીને રોટલીને પલાળી દે છે.

  • વાયર રેક કે જાળીનો ઉપયોગ કરો: આ સમસ્યાથી બચવા માટે રોટલી બનાવ્યા પછી તેને થોડી ક્ષણો માટે જાળીવાળી છાબડી, વાયર રેક કે કાણાંવાળા વાસણ પર રાખો. જેથી તેની વધારાની ગરમ વરાળ બહાર નીકળી જાય. રોટલી હળવી ઠંડી થાય તે પછી જ તેને કેસરોલમાં મૂકો.

  • કોટન કાપડ કે નેપકિનનો ઉપયોગ: કેસરોલમાં રોટલી મૂકતા પહેલાં નીચે સુતરાઉ (કોટન) કાપડ કે ટિશ્યુ પેપર રાખવાથી પણ વધારાનો ભેજ શોષાઈ જાય છે અને રોટલી પલળતી નથી.

આ પણ વાંચોઃ ટિશ્યુ પેપર પર લખ્યું હતું ‘BOMB’, દમ્મામ જતી ઈન્ડિગો ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ

Back to top button