ગુજરાતટ્રેન્ડિંગ

ટિશ્યુ પેપર પર લખ્યું હતું ‘BOMB’, દમ્મામ જતી ઈન્ડિગો ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ

Indigo Flight Emergency Landing:  લખનૌથી સાઉદી અરેબિયાના દમ્મામ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટનું અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. પોલીસ અને એરપોર્ટ સિક્યોરિટીના જણાવ્યા અનુસાર, વિમાનની અંદર એક ટિશ્યુ પેપર પર ‘BOMB’ લખેલું મળી આવ્યું હતું, ત્યારબાદ સાંજે 5:55 વાગ્યે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ફ્લાઈટમાં ક્રૂ મેમ્બર્સ સહિત 133 લોકો (120 થી વધુ મુસાફરો) સવાર હતા. ઘટનાની જાણ થતાં જ એરપોર્ટ સુરક્ષા એજન્સીઓ, ફાયર બ્રિગેડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સક્રિય થઈ ગઈ હતી અને વિમાનમાંથી તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

મુસાફરોના હેન્ડરાઈટિંગ સેમ્પલ લેવાયા

ઈમરજન્સી લેન્ડિંગ બાદ સુરક્ષા એજન્સીઓ દ્વારા તમામ મુસાફરો પાસે ટિશ્યુ પેપર પર લખાણ લખાવીને તેમના હેન્ડરાઈટિંગના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે, જેથી ટિશ્યુ પેપર પર ‘BOMB’ લખનાર શંકાસ્પદ વ્યક્તિની ઓળખ કરી શકાય.

આ પણ વાંચોઃ શુભમન ગિલ એકલો બાબર સેના પર પડ્યો ભારે! પાક. ટૉપ-5 બોલરે બનાવ્યો શરમજનક રેકોર્ડ

અગાઉ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં પણ બની હતી આવી જ ઘટના

આ પહેલા સાઉદી અરેબિયાના દમ્મામથી નવી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં પણ બોમ્બની ધમકી મળ્યા બાદ અમદાવાદ એરપોર્ટ પર જ ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. તે સમયે પણ ક્રૂ મેમ્બરને ટિશ્યુ પેપર પર અંગ્રેજીમાં ‘BOMB’ લખેલી એક શંકાસ્પદ નોટ મળી હતી.

ક્રૂ મેમ્બરે ટિશ્યુ પેપર જોતા જ તરત પાયલટને જાણ કરી હતી, જેના પછી ફ્લાઈટને અમદાવાદ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. વિમાન અમદાવાદ એરપોર્ટ પર ઉતરતા જ CISF, ફાયર બ્રિગેડ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોએ મોરચો સંભાળીને તપાસ શરૂ કરી હતી અને તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

આ પણ વાંચોઃ 2026 માં સ્માર્ટફોન ખરીદવો બનશે મોંઘો: ભારતમાં સરેરાશ કિંમતોમાં 21% નો જંગી વધારો અંદાજિત

Back to top button