ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

સ્માર્ટફોનમાં ફુલ સિગ્નલ બતાવવા છતાં નેટવર્ક કેમ સ્લો ચાલે છે? જાણો સિક્રેટ કોડ વડે અસલી સિગ્નલ સ્ટ્રેન્થ ચેક કરવાની રીત

Smartphone:  સ્માર્ટફોનની સ્ક્રીન પર ઉપર દેખાતા સિગ્નલ બાર (Signal Bar) પરથી આપણને ખબર પડે છે કે ફોનમાં કેટલું નેટવર્ક આવી રહ્યું છે. પરંતુ દરેક વખતે એવું જરૂરી નથી હોતું કે જો સિગ્નલ બાર ફુલ બતાવે તો નેટવર્ક પણ સ્ટ્રોંગ જ હોય.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ઘણીવાર એવું બને છે કે સિગ્નલ બારમાં માત્ર એક જ પોઈન્ટ દેખાતો હોય છતાં ઈન્ટરનેટ અને કોલિંગ બિલકુલ યોગ્ય રીતે ચાલે છે. જ્યારે બીજી તરફ, ફુલ નેટવર્ક બતાવવા છતાં કોલ ડ્રોપ થાય છે અથવા ઈન્ટરનેટ ચાલતું નથી. આ સમસ્યાનો ઉકેલ એ જાણવામાં છે કે તમારા ફોનને વાસ્તવમાં કેટલું સિગ્નલ મળી રહ્યું છે.

આ રીતે ચેક કરો અસલી નેટવર્ક સિગ્નલ

મોબાઈલમાં ખરેખર કેટલું નેટવર્ક આવી રહ્યું છે તે જાણવા માટે એક ખૂબ જ સરળ રીત છે. એક ખાસ સિક્રેટ કોડ ડાયલ કરીને તમે નેટવર્ક સિગ્નલની સાચી વિગત જોઈ શકો છો:

  1. ડાયલ પેડ ઓપન કરો: તમારા સ્માર્ટફોનનું ડાયલર ઓપન કરો જ્યાંથી તમે કોલ કરો છો.

  2. કોડ ડાયલ કરો:

    • Android યુઝર્સ માટે: *#*#4636#*#* ડાયલ કરો.

    • iPhone યુઝર્સ માટે: *3001#12345#* ડાયલ કરો.

  3. દબાવો કોલ બટન: કોડ નાખ્યા પછી કોલ બટન પર ટેપ કરો. આ સાથે જ ફોનની સ્ક્રીન પર એક ડેશબોર્ડ ખુલશે.

  4. dBm વેલ્યુ જુઓ: અહીં તમને સિમ કાર્ડ, 4G/5G નેટવર્ક સ્થિતિ અને કેટલીક સંખ્યાઓ (જેમ કે -103 dBm) દેખાશે. આ નંબર તમારા ફોનના સિગ્નલની વાસ્તવિક તાકાત (Real Signal Strength) દર્શાવે છે.

આ પણ વાંચોઃ ભારત સામે ઘમંડ બતાવવો પાકિસ્તાની કેપ્ટનને પડ્યો ભારે, ICCનો કડક એક્શન

કેટલા dBm નંબર પર સિગ્નલ સૌથી ઉત્તમ ગણાય?

આ નંબરના આધારે તમે સરળતાથી સમજી શકો છો કે તમારું નેટવર્ક કેવું છે:

  • -75 dBm અથવા તેથી વધુ: સામાન્ય રીતે -75 dBm ની આસપાસનો નંબર ખૂબ જ મજબૂત સિગ્નલ માનવામાં આવે છે. આમાં કોલિંગ અને ઈન્ટરનેટની સ્પીડ બેસ્ટ મળે છે.

  • -110 dBm કે તેથી ઓછું: જો આ આંકડો -110 dBm કે તેથી નીચે જતો રહે, તો નેટવર્ક ખૂબ જ નબળું ગણાય છે. આવી સ્થિતિમાં કોલ ડ્રોપ થવાની અને ઈન્ટરનેટ સ્લો થવાની સમસ્યા સર્જાય છે.

તેથી હવે પછી સિગ્નલ બાર જોઈને મૂંઝાવાને બદલે આ કોડ વડે સાચી સિગ્નલ સ્ટ્રેન્થ ચકાસી લો.

આ પણ વાંચોઃ 160ની ઝડપે પણ અકસ્માત રોકશે ‘કવચ’, જાણો આખી ટેકનોલોજી

Back to top button