ભારત સામે ઘમંડ બતાવવો પાકિસ્તાની કેપ્ટનને પડ્યો ભારે, ICCનો કડક એક્શન
ICC : પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન ફાતિમા સનાને (Captain Fatima Sana) ભારત સામે ACC વિમેન્સ એશિયા કપ મુકાબલામાં શેફાલી વર્માને આઉટ કર્યા બાદ કરેલો ઈશારો ભારે પડી ગયો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આચારસંહિતા (Code of Conduct) ના ઉલ્લંઘન બદલ ફાતિમા પર તેની મેચ ફીના 10 ટકા દંડ ફટકાર્યો છે. આ સાથે જ તેના ખાતામાં એક ડિમેરિટ પોઇન્ટ પણ ઉમેરવામાં આવ્યો છે.
શેફાલી વર્માને આઉટ કર્યા બાદ કર્યો હતો ઈશારો
દુબઈમાં શનિવારે રમાયેલી મેચમાં ફાતિમાએ શેફાલીને પોતાનો શિકાર બનાવી હતી. ભારતની ઇનિંગની શરૂઆત કરવા આવેલી શેફાલીએ આવતાની સાથે જ આક્રમક વલણ અપનાવ્યું હતું, પરંતુ ફાતિમાના છઠ્ઠા બોલ પર તે પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. શેફાલીએ સીધો ફાતિમા તરફ શોટ રમ્યો અને પાકિસ્તાની કેપ્ટને સરળ કેચ પકડી લીધો હતો. આ પછી ફાતિમાએ તેને પેવેલિયન તરફ જવાનો ઈશારો કર્યો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ICC એ આ વર્તનને કોડ ઓફ કંડક્ટની કલમ 2.5 હેઠળ નિયમોનું ઉલ્લંઘન માન્યું છે. આ નિયમ એવા શબ્દો, હરકતો કે ઈશારાઓ સાથે સંબંધિત છે, જે આઉટ થયેલા બેટ્સમેનનું અપમાન કરી શકે અથવા તેના તરફથી આક્રમક પ્રતિક્રિયાને ઉશ્કેરી શકે.
Fatima Sana has been sanctioned following an incident in Pakistan’s Asia Cup contest against India.https://t.co/QfFS6ezNJT
— ICC (@ICC) September 7, 2026
ફાતિમાના ખાતામાં થયા 2 ડિમેરિટ પોઇન્ટ
છેલ્લા 24 મહિનામાં ફાતિમાનો આ બીજો ગુનો છે. આ સાથે જ તેના કુલ ડિમેરિટ પોઇન્ટની સંખ્યા વધીને બે થઈ ગઈ છે. આ અગાઉ તેને 6 ઓગસ્ટ 2025ના રોજ ડબલિનમાં આયર્લેન્ડ સામેની T20I મેચ દરમિયાન એક ડિમેરિટ પોઇન્ટ મળ્યો હતો.
આ પણ વાંચો:160ની ઝડપે પણ અકસ્માત રોકશે ‘કવચ’, જાણો આખી ટેકનોલોજી
રસપ્રદ વાત એ છે કે, ભારત સામેની આ મેચમાં ભલે પાકિસ્તાનને કારમી હારનો સામનો કરવો પડ્યો હોય, પરંતુ બોલિંગમાં ફાતિમાનું પ્રદર્શન પ્રભાવશાળી રહ્યું હતું. તેણે ત્રણ વિકેટ ઝડપી હતી. ભારતે પાકિસ્તાનને માત્ર 55 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું અને ટાર્ગેટનો પીછો કરતી વખતે શેફાલી ફાતિમાનો પ્રથમ શિકાર બની હતી.
ફાતિમાએ પોતાની ભૂલ સ્વીકારી લીધી અને મેચ રેફરી સુપ્રિયા દાસ દ્વારા પ્રસ્તાવિત સજાનો પણ સ્વીકાર કરી લીધો હતો. આથી આ મામલે કોઈ ઔપચારિક સુનાવણીની જરૂર પડી નહોતી. લેવલ-1 ના ગુના હેઠળ સત્તાવાર ચેતવણીથી લઈને ખેલાડીની મેચ ફીના 50 ટકા સુધીના દંડ તેમજ એક અથવા બે ડિમેરિટ પોઇન્ટની જોગવાઈ છે.
પાકિસ્તાન સામે હોંગકોંગનો પડકાર
ભારત સામેની હારમાંથી બહાર આવવા માટે પાકિસ્તાન પાસે હવે વધુ સમય નથી. પાકિસ્તાની ટીમે એશિયા કપમાં 7 સપ્ટેમ્બરના રોજ હોંગકોંગ સામે પોતાની આગામી મેચ રમવાની છે. આ મેચમાં વિજય પાકિસ્તાનને સેમિફાઇનલમાં પહોંચાડી શકે છે. આ સ્થિતિમાં, ટુર્નામેન્ટમાં ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થવાની શક્યતા સર્જાઈ શકે છે.
આ પણ વાંચો:ઉદિત નારાયણના અવાજની ઝલક આપતા નિસાર વાયનાડનું 44 વર્ષે નિધન












