ગુજરાતટ્રાવેલટ્રેન્ડિંગબિઝનેસ
ગુજરાતમાં પ્રવાસન, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે બજેટમાં કેટલા કરોડની જાહેરાત કરાઈ?

- પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ હેઠળ વિવિધ યાત્રાધામોના વિકાસ માટે કુલ ₹550 કરોડની જોગવાઈ કરવામાં આવી છે
18 ફેબ્રુઆરી, ગાંધીનગરઃ આજે વિધાનસભામાં વર્ષ 2026-27નું બજેટ રજૂ થયું છે. નાણામંત્રી કનુ દેસાઈ 2026-27નું બજેટ રજૂ કર્યું હતું. તેમણે સતત પાંચમીવાર બજેટ રજૂ કર્યું હતું. વર્ષ 2026-27ના બજેટમાં મોટી જાહેરાતો કરવામાં આવી હતી. જેમાં પ્રવાસન, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે ₹3090 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જાણો આ જોગવાઈઓમાં શું ખાસ છે?
- પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ હેઠળ વિવિધ યાત્રાધામોના વિકાસ માટે કુલ ₹550 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અંબાજી યાત્રાધામ ખાતે સુવિધાઓ વિકસાવવા માટે ₹300 કરોડની જોગવાઈ.
- પ્રવાસન ક્ષેત્રને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત કરવા ₹100 કરોડની જોગવાઈ.
- દાહોદ ખાતે નવું ગ્રીનફીલ્ડ એરપોર્ટ વિકસાવવા તેમજ પોરબંદર, ભાવનગર, સુરત, વડોદરા અને અંકલેશ્વર ખાતેનાં હયાત એરપોર્ટના વિસ્તરણ માટે ₹95 કરોડની જોગવાઈ.
- નાના શહેરો અને આંતરિક વિસ્તારોને મોટા શહેરો અને મહત્ત્વના વિસ્તારો સાથે હવાઈ માર્ગે જોડવાના ધ્યેય સાથે વિયેબિલિટી ગેપ ફંડિંગ યોજના હેઠળ ₹78 કરોડની જોગવાઈ.
- વન સ્ટેટ : વન ગ્લોબલ ડેસ્ટિનેશન વિઝન હેઠળ સોમનાથને ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવા અને સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી માટે ₹20 કરોડની જોગવાઈ.
આ પણ વાંચોઃ Gujarat budget 2026-27: ગુજરાતની માથાદીઠ આવક 3.1 લાખ, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં 60%થી વધારે












