ભોપાલમાં નશેડી યુવતીઓનો હાઇવોલ્ટેજ ડ્રામાઃ છૂટાહાથની મારામારી, એકની આંગળી કપાઈ

Bhopal News: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના પોશ વિસ્તાર ગણાતા એમપી નગરમાં રવિવારે મોડી રાત્રે એક સનસનીખેજ ઘટના સામે આવી છે. રાત્રે અઢી વાગ્યાની આસપાસ એક જાણીતી ક્લબની બહાર ચાર યુવતીઓ વચ્ચે કોઈ સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી, જે જોતજોતામાં હિંસક અથડામણમાં ફેરવાઈ ગઈ હતી.
નશાની હાલતમાં ખેલાયો જંગ
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના એમપી નગરની એક ક્લબની બહાર બની હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ચારેય યુવતીઓ નશાની હાલતમાં હતી. નાની વાતમાં શરૂ થયેલો વિવાદ એટલો વધી ગયો કે યુવતીઓ વચ્ચે રસ્તા વચ્ચે જ મારામારી શરૂ થઈ ગઈ. આ ઝઘડાને કારણે આસપાસના લોકોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
યુવતીની આંગળી કપાઈ ગઈ
આ હિંસક અથડામણ દરમિયાન એક યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને તેની આંગળી કપાઈ ગઈ હતી. તેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. હાલ પોલીસ તપાસ કરી રહી છે કે ઝઘડાનું અસલી કારણ શું હતું. જોકે, હજુ સુધી કોઈ પક્ષે સત્તાવાર ફરિયાદ નોંધાવી નથી.
ભોપાલમાં અગાઉ પણ બની છે આવી ઘટનાઓ
નોંધનીય છે કે ભોપાલમાં રસ્તા પર મારામારીની આ પહેલી ઘટના નથી. અગાઉ 16 માર્ચે કોલાર વિસ્તારમાં ડી-માર્ટ પાસે ટ્રાફિક પોલીસ જવાન અને રેલવેની મહિલા કર્મચારીઓ વચ્ચે પણ રસ્તા પર ઝઘડો થયો હતો. બસ રોકવા બાબતે શરૂ થયેલા વિવાદમાં પોલીસ જવાનનો ગણવેશ ફાટી ગયો હોવાના આક્ષેપો થયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તે મામલે પણ તપાસ કરી હતી.
આ પણ વાંચોઃ IPL મેચમાં MI ના ફેને KKR ની ફેનને કર્યું પ્રપોઝ, વીંટી ખોવાતા રોમેન્ટિક પળ બની ગઈ ‘સસ્પેન્સ થ્રિલર’!
આ પણ વાંચોઃ મિડલ ઈસ્ટ યુદ્ધમાં અત્યાર સુધીમાં 8 ભારતીયોના મોત, એક કરોડ ભારતીયો પર સંકટ
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X












