ગુજરાતમાં ગરમીનો પારો વધશે: સાત દિવસ બાદ ફરી આવશે વાતાવરણમાં પલટો- હવામાન વિભાગ

Gujarat Weather Update: રાજ્યમાં ઉનાળાના પગરવ સાથે હવે ગરમીનો પારો ધીમે-ધીમે ઊંચકાઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજથી જ તાપમાનમાં નોંધપાત્ર વધારો થવાની શરૂઆત થઈ જશે. ખાસ કરીને અમદાવાદમાં ગત રોજ લઘુતમ તાપમાન 34.2 ડિગ્રી નોંધાયું હતું, જે આજે 22 માર્ચના રોજ વધીને 36 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે.આગામી બે દિવસો દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગરમીનું જોર વધશે અને તાપમાનમાં હજુ પણ 2 થી 3 ડિગ્રીનો ઉછાળો જોવા મળી શકે છે. નોંધનીય છે કે, હાલમાં કેશોદ 35 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર સાબિત થયું છે, જે આગામી દિવસોમાં કાળઝાળ ગરમીના સંકેત આપી રહ્યું છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિકોના મતે, આગામી બે દિવસ દરમિયાન રાજ્યમાં ગરમીનું જોર વધશે અને તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઉછાળો જોવા મળી શકે છે. આ ફેરફાર પાછળ પશ્ચિમ રાજસ્થાનમાં સક્રિય થયેલું સાયકલોનિક સર્ક્યુલેશન મુખ્ય પરિબળ માનવામાં આવે છે. જોકે, કાળઝાળ ગરમી વચ્ચે એક રાહતજનક સમાચાર પણ સામે આવ્યા છે.
એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું હોવાથી, સાત દિવસ બાદ રાજ્યના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવવાની શક્યતા છે. આ નવી સિસ્ટમ ગરમીના પારાને નીચે લાવવામાં મદદરૂપ થશે, જેનાથી નાગરિકોને થોડી રાહત મળી શકે છે. હાલના તબક્કે, વધતા જતા તાપમાન અને આકરા તડકાથી બચવા માટે જરૂરી સાવચેતી રાખવી અનિવાર્ય બની ગઈ છે.
સાત દિવસ બાદ વાતાવરણમાં ફરી પલટો આવશે
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી સાત દિવસ બાદ વાતાવરણમાં ફરી મોટો પલટો આવવાની શક્યતા છે. હાલમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો નોંધાયો છે, અને આગામી 24 કલાક દરમિયાન વધુ ગરમીનો અહેસાસ કરાવશે. માત્ર દિવસનું જ નહીં, પરંતુ રાત્રિના તાપમાનમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે, ત્યારબાદ તાપમાનમાં સ્થિરતા જોવા મળશે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં હાલમાં કોઈ ભારે પવન ફૂંકાવાની શક્યતા નથી
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
આ પણ વાંચો :‘ધુરંધર’માં રણવીર સિંહનો ડરામણો અવતાર: પ્રોસ્થેટિક મેકઅપે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ











