ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

IPL Trade: દિલ્હી કે ચેન્નઈ, કઈ ટીમમાં થશે હાર્દિક પંડ્યાની એન્ટ્રી? પૂર્વ ભારતીય ખેલાડીએ ખોલ્યું રહસ્ય!

Hardik Pandya: IPL વર્તુળોમાં આ સમયે ટ્રેડ વિન્ડોને લઈને ભારે ચર્ચા જાગી છે. સૌથી મોટો સસ્પેન્સ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને લઈને બનાયેલો છે. અહેવાલો અનુસાર, મુંબઈ ઈન્ડિયન્સ તેને ટ્રેડ કરવાનું મન બનાવી ચૂક્યું છે. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) બાદ હવે દિલ્હી કેપિટલ્સ (DC) આ રેસમાં આગળ દેખાઈ રહી છે. દિલ્હીની ટીમે ઓક્શન પહેલાં જ ટ્રેડ દ્વારા ઋષભ પંતને પોતાની સાથે જોડવામાં સફળતા મેળવી છે. હવે પંત બાદ દિલ્હીની નજર મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યા પર છે અને બંને ટીમો વચ્ચે ટ્રેડ અંગે વાટાઘાટો ચાલી રહી છે.

આ સમગ્ર મામલે પૂર્વ ભારતીય બેટ્સમેન અને જાણીતા કમેન્ટેટર આકાશ ચોપરાએ પોતાનો અભિપ્રાય આપ્યો છે. પોતાની યુટ્યુબ ચેનલ પર આકાશ ચોપરાએ જણાવ્યું કે, જો દિલ્હી અને ચેન્નઈ સાથે જોડાયેલા આ ટ્રેડના સમાચાર સાચા ઠરે છે, તો સૌથી વધુ નુકસાન દિલ્હી કેપિટલ્સને ઉઠાવવું પડી શકે છે.

દિલ્હી માટે વધી શકે છે મુશ્કેલીઓ

આકાશ ચોપરાના જણાવ્યા મુજબ, દિલ્હી માટે ચિંતાનું મુખ્ય કારણ તેમના મુખ્ય ભારતીય સ્પિનરોનું ટીમ બહાર જવું છે. કુલદીપ યાદવ પહેલાથી જ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)માં ટ્રેડ થઈ ચૂક્યો છે. કુલદીપના બદલામાં દિલ્હીની ટીમે પોતાના જૂના કેપ્ટન ઋષભ પંતને વાપસી કરાવી છે. IPL 2027માં ઋષભ પંત ફરી એકવાર દિલ્હીની જર્સીમાં રમતો જોવા મળશે.

કેપ્ટનના બદલામાં કેપ્ટનની માંગ

અહેવાલો છે કે દિલ્હી મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાને મેળવવા માટે પોતાના વર્તમાન કેપ્ટન અક્ષર પટેલ અને પૃથ્વી શૉને મુંબઈ સામે ઓફર કરી રહ્યું છે. જો દિલ્હીની ટીમમાંથી અક્ષર પટેલ પણ જતો રહે છે, તો દિલ્હી પાસે કોઈ મોટો કે અનુભવી ભારતીય સ્પિનર નહીં બચે. દિલ્હીનો આ નિર્ણય તેમની પોતાની ટીમ પર જ ભારે પડી શકે છે.

ચેન્નઈએ પણ હાર્દિક પર લગાવ્યો હતો દાવ

આકાશ ચોપરાએ વધુમાં ઉમેર્યું કે, IPL જેવી મોટી ટૂર્નામેન્ટમાં ભારતીય સ્પિનરોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. કોઈપણ અનુભવી ભારતીય સ્પિનર વગર મેદાનમાં ઉતરવું દિલ્હી માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.

નોંધનીય છે કે, દિલ્હી પહેલાં ચેન્નઈ સુપર કિંગ્સે હાર્દિક પંડ્યાના બદલામાં શિવમ દુબે, ડેવાલ્ડ બ્રેવિસ અને ₹10 કરોડ કેશ આપવાની મોટી ઓફર રજૂ કરી હતી. જોકે, મુંબઈ ઈન્ડિયન્સે બ્રેવિસની જગ્યાએ યુવા બેટ્સમેન આયુષ મ્હાત્રેની માંગ કરી હતી. ચેન્નઈ પોતાના ભવિષ્યના આ ખેલાડીને ગુમાવવા માંગતું નહોતું, જેથી આ ચર્ચા ત્યાં જ અટકી ગઈ હતી.

મુંબઈ શા માટે હાર્દિકનો સાથ છોડવા માંગે છે?

ગુજરાત ટાઈટન્સને પ્રથમ સિઝનમાં જ ચેમ્પિયન બનાવનાર હાર્દિક પંડ્યા પાસેથી મુંબઈને ઘણી આશાઓ હતી. પરંતુ મુંબઈની કપ્તાની સંભાળતા જ પરિસ્થિતિ બદલાઈ ગઈ. હાર્દિકની આગેવાની હેઠળ સતત બે સિઝનમાં મુંબઈનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું હતું. આ ઉપરાંત ડ્રેસિંગ રૂમમાં મતભેદોના અહેવાલોએ ટીમનું વાતાવરણ પ્રભાવિત કર્યું હતું. મુંબઈ પાસે હવે તિલક વર્માના રૂપમાં ભવિષ્યનો એક મજબૂત કેપ્ટન વિકલ્પ ઉપલબ્ધ છે.

આ પણ વાંચોઃ શ્રીલંકા ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર થઈ, જસપ્રીત બુમરાહને મળી જગ્યા

આ પણ વાંચોઃ રાજકોટના જીવનનગર મહાદેવધામમાં ગુરુપૂર્ણિમાએ સામુહિક સત્યનારાયણ કથા, ભક્તોને જોડાવા આમંત્રણ

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button