ગુજરાત

Accident: ખેડા-અમદાવાદ હાઈવે પર ભીષણ અકસ્માત, બે બાળકો સહિત ત્રણના મોત

Kheda-Ahmedabad Highway Accident: ગુજરાતમાં છેલ્લાં કેટલાક મહિનામાં રોડ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. ક્યાંક ઝડપ તો ક્યાંક બેદરકારીના કારણે અકસ્માત થવાની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ટ્રાફિકોના નિયમોનો ઉલાળ્યો તેમજ બેદરકારી પૂર્વકનું ડ્રાઈવિંગ પણ અકસ્માતની ઘટનાઓનું કારણ બનતું હોય છે, હવે ખેડા-અમદાવાદ હાઈવે પર અકસ્માતના બનાવના અહેવાલ મળી રહ્યા છે.

સૂત્રો પાસેથી મળતા અહેવાલ મુજબ ખેડા-અમદાવાદ હાઈવે પર આવેલા વડાલા ગામ નજીક ભીષણ અકસ્માતની ઘટના આજે (29 માર્ચ 2026)ના રોજ બની છે. અકસ્માતના પગલે હાઈવે મોતની ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. ગમખ્વાર અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આસપાસના વિસ્તારમાંથી લોકો દોડી આવ્યા હતા.

પ્રાથમિક અહેવાલ મુજબ આ ગંભીર દુર્ઘટનામાં બે બાળકો સહિત ત્રણ વ્યક્તિઓના મોત થયા છે. એક પૂરપાટ ઝડપે આવી રહેલા ટેમ્પોએ બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં પિતા સાથે બે માસૂમ પુત્રોના મોત નિપજ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ત્રણેયના ઘટનાસ્થળે જ મોત થયા છે.

એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ હતી. અકસ્માતની જાણ થતાં જ નજીકના પોલીસ સ્ટેશનમાંથી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતમાં મૃત્યુ પામનાર સભ્યોની ઓળખ હજુ સુધી થઈ નથી. હાલ પોલીસની ટીમ મૃતદેહોને પોસ્ટમોર્ટમ ખાતે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

વડોદરાના અને વાપીમાં અકસ્માતની ઘટના

નોંધનીય છે કે, નેશનલ હાઈવે (NH-48) નંબર 48 બે હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં પહેલી ઘટનામાં વડોદરા પાસે અજાણ્યા ભારે વાહને બાઈક સવારને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પતિ સામે જ પત્નીનું મોત નીપજ્યું હતું. અન્ય એક ઘટના વાપી નજીક બલીઠા વિસ્તારમાં બની હતી, જ્યાં રાહદારીને અજાણ્યા વાહનની ટક્કરથી મૃતહેદ પહેલા ડિવાઈડર પર લટકી હતી બાદમાં મૃતદેહ 20 મિનિટ સુધી હાઈવે પર રઝળતો રહ્યો હતો જેના પર અનેક વાહનો પસાર થઈ ગયા હતા.

આ પણ વાંચો : PSI ઉમેદવારો માટે મોટા સમાચાર, આ તારીખે યોજાશે પરીક્ષા

Back to top button