ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

Police Recruitment: PSI ઉમેદવારો માટે મોટા સમાચાર, આ તારીખે યોજાશે પરીક્ષા

PSI Exam Updates: ગુજરાત પોલીસમાં પીએસઆઈ બનવાનું સપનું જોતા યુવાનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંક GPRB/202526/1 અંતર્ગત ચાલી રહેલી ભરતી પ્રક્રિયામાં હવે મહત્ત્વનો તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે. શારીરિક કસોટી સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ હવે લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે.

ભરતી બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, પીએસઆઈ કેડર માટે પેપર-1 અને પેપર-2ની લેખિત પરીક્ષા આગામી 19મી એપ્રિલ, 2026ના રોજ રવિવારે યોજાશે. આ પરીક્ષા માટેના કોલ લેટર ઉમેદવારો 13 એપ્રિલ, 2026ના રોજ બપોરે 2 વાગ્યાથી સત્તાવાર વેબસાઈટ ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકશે. ઉમેદવારોને સૂચના આપવામાં આવી છે કે તેઓ સમયસર પોતાનો કોલ લેટર ડાઉનલોડ કરી લે જેથી આગળ કોઈ મુશ્કેલી ન પડે.

PSI Exam Updates
IMAGE : AI

આ ભરતી પ્રક્રિયામાં શારીરિક કસોટી તબક્કામાં કુલ 1,10,665 ઉમેદવારો સફળ રહ્યા છે. જેમાં 74,591 પુરુષ ઉમેદવારો અને 36,074 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. હવે આ તમામ ઉમેદવારો લેખિત પરીક્ષા માટે તૈયારીઓમાં લાગી ગયા છે. લેખિત પરીક્ષા ઉમેદવારો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે આ તબક્કા બાદ જ પસંદગી પ્રક્રિયા આગળ વધશે. ઘણા ઉમેદવારો લાંબા સમયથી મહેનત કરી રહ્યા છે અને હવે તેમની મહેનતની સાચી કસોટી આ પરીક્ષામાં થવાની છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

બીજી તરફ, પરીક્ષા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે યોજાય તે માટે તંત્ર દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તમામ પરીક્ષા કેન્દ્રો પર કડક વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ગેરરીતિ રોકવા માટે પોલીસ બંદોબસ્ત તેમજ CCTV કેમેરાની દેખરેખ હેઠળ પરીક્ષા લેવામાં આવશે. આ પરિસ્થિતિમાં ઉમેદવારોને સલાહ આપવામાં આવી છે કે તેઓ અંતિમ ક્ષણ સુધી રાહ જોયા વગર પોતાના ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખે અને પરીક્ષા માટે તૈયારી શરુ કરે. હવે રાજ્યના હજારો યુવાનોની નજર 19 એપ્રિલ પર ટકી છે, જ્યાં તેમના ભવિષ્યનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો : સુરતમાં ટૂંક સમયમાં શરુ થશે મેટ્રો! ડ્રીમ સિટીથી અલથાણ સુધી ટ્રાયલ શરૂ

Back to top button