ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગાંધીનગરના કુડાસણમાં મોટી દુર્ઘટના: બાંધકામ સાઈટ પર સ્લેબ ધરાશાયી થતાં 15 જેટલા મજૂરો દટાયા

ગાંધીનગર: ગાંધીનગર મહાપાલિકાના કુડાસણ ખાતે નવી બની રહેલી કોમર્શિયલ બાંધકામ સાઇટ ‘બોસકી ધ એમ્પાયર’માં ગત રાત્રે સવા નવ વાગ્યાની આસપાસ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. બાંધકામ દરમિયાન લોખંડનો સ્લેબ અચાનક ધડાકાભેર તૂટી પડતાં તેની નીચે કામ કરી રહેલા મજૂરો દટાયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

બે યુનિટ વચ્ચે સ્લેબ ઊભો કરતી વખતે દુર્ઘટના

પ્રાપ્ત વિગતો મુજબ, બાંધકામ સાઇટ પર બે યુનિટ વચ્ચે લોખંડનો સ્લેબ ઊભો કરવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન અચાનક સ્લેબ તૂટી પડતાં મોટો ધડાકો થયો હતો. અવાજ સાંભળીને આસપાસના લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

પ્રાથમિક માહિતી અનુસાર, 10થી 15 જેટલા મજૂરો સ્લેબના કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. જોકે, દટાયેલા શ્રમિકોની ચોક્કસ સંખ્યા અને તેમની સ્થિતિ અંગેની સત્તાવાર વિગતો હજુ સામે આવી નથી.

ફાયર બ્રિગેડની પાંચથી વધુ ગાડીઓ ઘટનાસ્થળે

ઘટનાની જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડની પાંચથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમોએ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી હતી. કાટમાળ હટાવીને દટાયેલા શ્રમિકોને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત, 108 એમ્બ્યુલન્સની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અત્યાર સુધીમાં કાટમાળમાંથી 8 ઈજાગ્રસ્ત મજૂરોને બહાર કાઢીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હોવાના અહેવાલ છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઘટનાસ્થળે પહોંચ્યા

આ ગંભીર દુર્ઘટનાની જાણ થતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. હાલ ફાયર બ્રિગેડ અને અન્ય બચાવ ટીમો દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે.

આ પણ વાંચો: Appleએ લોન્ચ કર્યો પહેલો ફોલ્ડેબલ iPhone Duo,કિંમત જાણીને આશ્ચર્ય થશે

Back to top button