ગુજરાતટોપ ન્યૂઝ

ગાંધીનગર : મેયર પદે રૂપસિંહ ઠાકોરની કરાઈ નિમણૂક, ડે.મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નામ જાહેર

Gujarat News : ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપે જીત મેળવ્યા બાદ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મેયર તરીકે રૂપસિંહ ઠાકોર, ડેપ્યુટી મેયર તરીકે અંજના મહેતા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મહેન્દ્ર પટેલની નિમણૂક કરવામાં આવી છે.

કાર્યવાહીમાં વિલંબ થતા કોંગ્રેસે મુદ્દો ઉઠાવ્યો

ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં 3 નવેમ્બર, મંગળવારે જ વિવિધ હોદ્દે વરણીની પ્રક્રિયા શરૂ થઈ હતી, પરંતુ ભાજપના સભ્યો માટે મેન્ડેટ નહીં આવતા નિર્ણયો થોડા મોડા લેવાયા હતા. મહાનગરપાલિકા કમિશનર સામે કોંગ્રેસે આ મુદ્દો ઉઠાવ્યો હતો. છેવટે ભાજપના શહેર પ્રભારી દોઢ કલાકે મેન્ડેટ લઈને મનપા કચેરી પહોંચ્યા હતા, જ્યાં બેઠક બાદ વિવિધ નિર્ણયો લેવાયા હતા.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપે નવી ટીમની કરી રચના

બેઠકમાં કરાયેલી નિમણૂકમાં 29 વર્ષીય રૂપસિંહ ઠાકોરને ગાંધીનગરના મેયર તરીકે પસંદ કરાયા છે. નોંધનીય છે કે, રુપસિંહ ઠાકોર પ્રથમ વખત ચૂંટણી લડીને મનપામાં પહોંચ્યા છે. વધુમાં ડે. મેયર તરીકે અંજના મહેતાની પસંદગી કરવામાં આવી છે. આ સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મહેન્દ્ર પટેલને જવાબદારી સોંપાઈ છે.

કોંગ્રેસે વિપક્ષની જવાબદારી કર્મજીતસિંહ વાઘેલાને સોંપી

ભાજપ દ્વારા સત્તાના મહત્વના હોદ્દાઓ માટે નામોની જાહેરાત કરાઈ હતી, ત્યારે કોંગ્રેસે પણ વિપક્ષના નેતાની પસંદગી કરી છે. કોંગ્રેસે કર્મજીતસિંહ વાઘેલાને વિપક્ષના નેતા તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. ગાંધીનગર મનપામાં વિપક્ષનો અવાજ પણ વધુ મજબૂત બનશે. ગત ટર્મમાં વિપક્ષના સભ્યો ઓછા હતા. પરંતુ આ વખતે કોંગ્રેસે 5 બેઠકો મેળવી છે અને સાથે એક અપક્ષ ઉમેદવાર પણ જોડાતા વિપક્ષ પાસે પૂરતી તાકાત રહેશે.

આ પણ વાંચો : દિવાળીમાં સાયબર ઠગોનો ખેલ, મીશોની નકલી વેબસાઈટ બનાવી ગ્રાહકોના બેન્ક ખાતાં ખાલી કરવાનું કૌભાંડ

Back to top button