ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: બહારનું ખાનારા ચેતી જજો, જનતાના આરોગ્ય સાથે થઇ રહ્યાં ચેડાં

  • આરોગ્ય સાથે ગંભીર ચેડાં થવાની બે મોટી ઘટનાઓ સામે આવી
  • નડિયાદમાં પનીર ચિલીમાં વંદો, રાજકોટમાં મીઠાઈમાં જીવતી ઈયળ નીકળી!
  • રાજ્ય તહેવારો ટાણે તંત્રની કામગીરીની પોલ ખોલી નાખી છે

ગુજરાતમાં ફરી એકવાર જાહેર આરોગ્ય સાથે ગંભીર ચેડાં થવાની બે મોટી ઘટનાઓ સામે આવી છે. એક તરફ નડિયાદની એક પ્રખ્યાત હોટલના ફૂડમાંથી વંદો નીકળ્યો હતો, જ્યારે બીજી તરફ રાજકોટમાં એક ડેરીમાંથી વેચાતી મીઠાઈમાં જીવતી ઈયળ નીકળી હોવાનો ગ્રાહકે આક્ષેપ કર્યો છે.

પનીર ચીલીમાંથી મરેલો વંદો નીકળતા ભારે હોબાળો

આ ગંભીર કિસ્સાઓએ તહેવારો ટાણે તંત્રની કામગીરીની પોલ ખોલી નાખી છે. નડિયાદમાં વલ્લભનગર ચોકડી પાસે આવેલી રવિન્દ્ર નાનકિંગ હોટલમાં ગ્રાહકે ઓર્ડર કરેલા પનીર ચીલીમાંથી મરેલો વંદો નીકળતા ભારે હોબાળો મચી ગયો હતો. આ ઓર્ડર નડિયાદ નગર પાલિકાના પૂર્વ કારોબારી ચેરમેનના ભાઈનો હોવાનું સામે આવ્યું છે. પેક કરાવેલ ઓર્ડર ઘરે જઈને ખોલતા અંદરથી વંદો નીકળ્યો હતો, જેના પગલે તુરંત ફરિયાદ કરવામાં આવી હતી.

જશોદા ડેરીમાં જીવાતવાળી મીઠાઈઓનું વેચાણ

રાજકોટમાં પણ આવી જ એક ચોંકાવનારી ઘટના બની છે. શહેરના યુનિવર્સિટી રોડ નજીક આવેલા પુષ્કર ધામ ચોક પાસેની જશોદા ડેરીમાં જીવાતવાળી મીઠાઈઓનું વેચાણ થતું હોવાનો એક ગ્રાહકે ગંભીર આક્ષેપ કર્યો છે. આ આક્ષેપ બાદ રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલા આ મુદ્દે તંત્ર કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યુ છે.

આ પણ વાંચો: બોલો…! શો-રૂમમાંથી ચોર રૂ. 2400ના અંડરવેર ચોરી ગયા

Back to top button