ગુજરાત

ગુજરાત: અમદાવામાં ઔડા નવા ડેવલપમેન્ટ પ્લાનમાં ધરખમ ફેરફાર કરશે

  • ઔડા દ્વારા ડેવલપમેન્ટ પ્લાન- 2041 બનાવાનું હાલ પુરજોશમાં ચાલુ
  • નવો બનનારો 300 ફૂટનો રિંગરોડ પણ ઔડાના ડીપીમાં કેન્દ્ર સ્થાને
  • આ વખતે 20 વર્ષ માટે બની રહેલા ડીપીમાં કેટલી બાબતો ખાસ હશે

અમદાવાદમાં ઔડા નવા ડીપીમાં ઓલિમ્પિક 2036ને ધ્યાને રાખી જરૂરી ઝોનિંગ ફેરફાર કરશે. તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ ઉપલબ્ધ થાય તે બાબતનું ધ્યાન રખાશે. એથ્લેટ્સના આવાસો, સ્ટેડિયમ, ઓલિમ્પિક વિલેજ માટે ડીપીમાં જોગવાઈ કરાશે. 2036નો ઓલિમ્પિક અમદાવાદમાં રમાવાની શક્તાઓ છે.

આ પણ વાંચો: ગુજરાત: ભ્રષ્ટાચારનો પર્યાય બની ચુકેલા અમદાવાદના હાટકેશ્વર બ્રિજ મામલે થયા ચોંકાવનારા ખુલાસા 

આ વખતે 20 વર્ષ માટે બની રહેલા ડીપીમાં કેટલી બાબતો ખાસ હશે

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા બનાવાઈ રહેલા ડેવલપમેન્ટ પ્લાન- 2041માં સૌથી મહત્ત્વની અસર ઓલિમ્પિક રમતોત્સવની દેખાવા જઈ રહી છે. સંભવતઃ 2036માં યોજાનારી ઓલિમ્પિક રમતોત્સવ માટે આ ડેવલપમેન્ટ પ્લાનના ઝોનિંગમાં ધરખમ ફેરફાર કરવાનું વિચારાઈ રહ્યું છે. ઔડા દ્વારા ડેવલપમેન્ટ પ્લાન- 2041 બનાવાનું હાલ પુરજોશમાં ચાલુ છે, જેમાં દરેક વિસ્તારના ઝોનિંગ મુખ્ય બાબત હોય છે. આ વખતે 20 વર્ષ માટે બની રહેલા આ ડીપીમાં મુખ્ય બે બાબતો પર વધુ જોર આપવામાં આવી રહ્યો છે. 300 ફૂટનો નવો રિંગ રોડ અને ઓલિમ્પિક રમતોત્સવ એમ બે બાબતોને ખાસ પ્રાધાન્ય અપાઈ રહ્યું છે. ઔડાના સૂત્રોના જણાવ્યા મુજબ 2036નો ઓલિમ્પિક અમદાવાદમાં રમાવાની શક્તાઓ છે ત્યારે તે રમતોત્સવ માટે જરૂરી આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્ટેડિયમ અને તેને આનુષંગિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી પણ એટલી જ જરૂરી બને છે.

આ પણ વાંચો: ગુજરાત: ઈ-ગેમર્સ કંપનીઓએ રૂ.12,000 કરોડની GSTની ચોરી કરી હોવાની શક્યતા 

નવો બનનારો 300 ફૂટનો રિંગરોડ પણ ઔડાના ડીપીમાં કેન્દ્ર સ્થાને

ઓલિમ્પિક માટેના આંતરરાષ્ટ્રીય કક્ષાના ધારાધોરણ સાથેના સ્ટેડિયમ, વિશ્વભરમાંથી આવનારા એથ્લેટ્સ માટે લગભગ 25 હજારથી વધુ આવાસો, જરૂરી ટ્રાન્સપોર્ટેશન, એથ્લેટ્સના સરળ આવા-ગમન માટેના રોડ-રસ્તા, વિશ્વભરમાંથી આવનારા દર્શકોની સંખ્યાને ધ્યાને લઈને હોટેલ સહિતની કોમર્શિયલ પ્રોપર્ટીઝનું ડેવલપમેન્ટ જેવી તમામ બાબતોનો ઝીણવટભર્યો અભ્યાસ કરીને તે મુજબના વિકાસ માટે ડેવલપમેન્ટ પ્લાનમાં જરૂરી જોગવાઈઓ રાખવામાં આવશે. આ માટે અમદાવાદ શહેર તેમજ ઔડા વિસ્તારમાં જ્યાં- જ્યાં આ સુવિધાઓ ઉભી કરવાનું વિચારાઈ રહ્યું છે ત્યાં હાલનું ઝોનિંગ નડતરરૂપ બનતું હશે તો તેને બદલી નાખવામાં આવશે. ડેવલપમેન્ટ પ્લાનના ઝોનિંગમાં જરૂરી ફેરફાર કરવાનું શહેરી વિકાસ વિભાગ અને સરકારે મન બનાવી લીધું છે. આવી જ રીતે હયાત 200 ફૂટ રિંગરોડ ઉપરાંત નવો બનનારો 300 ફૂટનો રિંગરોડ પણ ઔડાના ડીપીમાં કેન્દ્ર સ્થાને છે.

Back to top button