ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં આ વિસ્તારોમાં વરસાદની આગાહી અને રાજસ્થાનથી ચોમાસાની વિદાય થવાની થઈ શરૂઆત

Text To Speech
  • રાજસ્થાનથી ચોમાસાની વિદાય થવાની શરૂઆત થઇ
  • રાજસ્થાન બાદ ગુજરાતમાંથી ચોમાસની વિદાય થશે
  • આગામી 5 દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી

ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ રાજસ્થાનથી ચોમાસાની વિદાય થવાની શરૂઆત થઇ ગઇ છે. જેમાં રાજ્યમાં ચોમાસાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. તેમાં ચોમાસુ વિદાય થવાની શરૂઆત થતા ખેડૂતોને ચિંતા સતાવી રહી છે. જેમાં રાજસ્થાન તરફથી ચોમાસુ વિદાય થવાની શરૂઆત થતા ગુજરાતમાં પણ તેની અસર થઇ છે.

આ પણ વાંચો: PM મોદી આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ 

આગામી થોડા દિવસોમાં ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લેશે

આગામી થોડા દિવસોમાં ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લેશે. ત્યારે હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી છે. તેમાં વરસાદી ટર્ફ હોવાથી છૂટોછવાયો વરસાદ નોંધાઈ શકે છે. ત્યારે આગામી 5 દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચમાં સામાન્ય વરસાદની સંભાવના છે. તથા કચ્છ, અમરેલી, ગીર સોમનાથમાં છૂટા છવાયા વરસાદની આગાહી છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં હળવા વરસાદની આગાહી છે. ભેજના કારણે હાલ વરસાદી માહોલ રહેશે.

રાજસ્થાન બાદ ગુજરાતમાંથી ચોમાસની વિદાય થશે

ચોમાસાનો આ છેલ્લો મહિનો છે અને સામાન્ય રીતે 17 સપ્ટેમ્બરની આસપાસથી ચોમાસું વિદાય લેવાનું શરૂ કરતું હોય છે. પરંતુ આ વર્ષે તેની વિદાય થોડી મોડી થશે. રાજસ્થાન બાદ ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેતું હોય છે અને ત્યારબાદ દેશનાં અન્ય રાજ્યોમાંથી ચોમાસાની વિદાય થાય છે.

Back to top button