ગુજરાતટોપ ન્યૂઝ

અમરેલી જિલ્લા પોલીસની કાર્યવાહી : સાવરકુંડલામાં વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો  

Gujarat News : અમરેલી જિલ્લાના સાવરકુંડલાના જેસર રોડ પરથી વિદેશી દારૂની હેરાફેરી સામે અમરેલી જિલ્લા પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) મોટી કાર્યવાહી કરી છે. જેમાં બાતમીના આધારે પોલીસે દારૂ ભરેલી કાર સાથે એક શખ્સને ઝડપી લીધો છે, આ દરમિયાન અન્ય એક આરોપી ફરાર થઈ જતાં તેની શોધખોળ હાથ ધરાઈ છે. પોલીસે સ્થળ પરથી 1,908 બોટલ વિદેશી દારૂ, મોંઘી કાર અને મોબાઈલ સહિત 13.04 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

બાતમીના આધારે LCBની ટીમે કરી અટકાયત

સમગ્ર ઘટના અનુસાર, અમરેલી LCBની ટીમ સાવરકુંડલા ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન જેસર રોડ પરથી કારમાં વિદેશી દારૂનો જથ્થો પસાર થવાનો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે LCBની ટીમે જેસર રોડ પર તપાસ હાથ ધરીને કારને અટકાયત કરી હતી. કારની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ 1,908 બોટલો મળી આવી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

કુલ 13 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

પોલીસે કાર ચલાવી રહેલા તેજસ બકરાણિયા (ઉં.વ. 28)ની અટકાયત કરી હતી. પૂછપરછ દરમિયાન સાવરકુંડલાના હાથસણી રોડ પરની ચંદ્રમૌલી સોસાયટીમાં રહેતા પ્રકાશ કાતરિયાનું નામ પણ ખુલવા પામ્યું હતું. પ્રકાશ કાતરિયા હાજર ન મળી આવતાં પોલીસે તેને પકડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ દરમિયાન રૂ. 2,84,148ની કિંમતનો દારૂ, રૂ. 20,000ની કિંમતના બે મોબાઈલ ફોન અને રૂ. 10 લાખની કિંમતની કિયા સેલ્ટોસ કાર મળીને કુલ રૂ. 13,04,148નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

અમરેલી LCB દ્વારા ઝડપાયેલા આરોપી અને જપ્ત કરાયેલા મુદ્દામાલને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે. સાવરકુંડલા ટાઉન પોલીસે પ્રોહિબિશન એક્ટની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચનો મોટો સપાટો: 35થી વધુ હોટલ-ગેસ્ટ હાઉસમાં દરોડા, 50થી વધુ શંકાસ્પદ મહિલાઓની અટકાયત

Back to top button