ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ સક્રિય! આટલા જિલ્લામાં રેડ ઍલર્ટ અતિભારે વરસાદની આગાહી

Gujarat Rain Update: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 193 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં તાપી જિલ્લાના ઉકાઈમાં સૌથી વધુ 11.81 ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે આગામી 15 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

રવિવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદની ચેતવણી આપવામાં આવી છે. પવન અને વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે.

આગામી 48 કલાક ભારે વરસાદની શક્યતા

હવામાન વિભાગ મુજબ લો પ્રેશર, મોનસૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી આગામી 48 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડી શકે છે. સાથે જ કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધવાની શક્યતા છે.

15 સપ્ટેમ્બર સુધી વરસાદનું જોર રહેશે

હવામાન વિભાગ અનુસાર 13થી 19 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત રીજન તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહી શકે છે.

ગુજરાત રીજનમાં આગામી બે દિવસ વ્યાપક વરસાદની શક્યતા છે, જ્યારે 15 સપ્ટેમ્બરે પણ કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે. ત્યારબાદ વરસાદની તીવ્રતા અને વિસ્તાર ધીમે-ધીમે ઘટવાની સંભાવના છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 13, 14 અને 15 સપ્ટેમ્બર દરમિયાન ગાજવીજ સાથે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની શક્યતાને પગલે રેડ વોર્નિંગ જાહેર કરી છે.

ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ સહિત દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ વોર્નિંગ આપવામાં આવી છે.

જ્યારે અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, ડાંગ અને તાપી ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં ઓરેન્જ વોર્નિંગ આપવામાં આવી છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ ઓરેન્જ વોર્નિંગ

સૌરાષ્ટ્ર-કચ્છમાં 13 અને 14 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદને ધ્યાનમાં રાખીને ઓરેન્જ વોર્નિંગ આપવામાં આવી છે. 15 સપ્ટેમ્બરે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ માટે યલો વોર્નિંગ રહેશે.

રાજ્યમાં સક્રિય વરસાદી સિસ્ટમોને કારણે આગામી બે દિવસ દરમિયાન વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે, તેથી લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં સરેરાશ 1.74 ઈંચ વરસાદ

Back to top button