ટ્રેન્ડિંગધર્મ

ચૈત્ર નવરાત્રિ પર ગ્રહોનો મહાસંયોગઃ આ 5 રાશિની ચમકશે કિસ્મત

ચૈત્ર નવરાત્રિનું શુભ પર્વ 22 માર્ચથી શરૂ થઇ રહ્યું છે. ચૈત્ર નવરાત્રિએ આ વર્ષે પાંચ યોગ બની રહ્યા છે. આ સાતે 22 માર્ચથી હિંદુ નવ વર્ષની પણ શરૂઆત થશે. આવા વિશેષ સંયોગમાં ગ્રહોનો સ્વામી સુર્ય, ચંદ્ર, ગુરુ અને નેપચ્યુન એક સાથે મીન રાશિમાં વિરાજમાન થશે અને તેની નજર કન્યા રાશિ પર હશે. આ ગ્રહોની યુતિ બહુ શુભ માનવામાં આવે છે. મીન રાશિમાં ગ્રહોના વિરાજમાન થવાથી બુધાદિત્ય યોગ, ગજકેસરી યોગ, હંસ યોગ પણ બનશે. આ પાંચ ગ્રહોની યુતિથી કઇ રાશિઓને વિશેષ લાભ મળવા જઇ રહ્યો છે તે જાણો.

ચૈત્ર નવરાત્રિ પર ગ્રહોનો મહાસંયોગઃ આ 5 રાશિની ચમકશે કિસ્મત  hum dekhenge news

મિથુન

મિથુન રાશિના જાતકોને મીન રાશિમાં બની રહેલા ગ્રહોની યુતિથી લાભ થશે. કરિયરની વાત કરીએ તો તમને નવી તકો મળી શકે છે. વેપારમાં લાભ થશે. આ દરમિયાન તમારા ઘર અને પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. સંબંધો મધુર રહેશે. તમારા નિકટના લોકો પાસેથી શુભ સમાચાર મળી શકે છે.

ચૈત્ર નવરાત્રિ પર ગ્રહોનો મહાસંયોગઃ આ 5 રાશિની ચમકશે કિસ્મત hum dekhenge news

કર્ક

કર્ક રાશિને આ શુભ યોગોનું સારુ ફળ પ્રાપ્ત થશે. નોકરીમાં પ્રમોશન આવી શકે છે. પગારમાં વધારો થઇ શકે છે. ભાઇ-બહેનનો સાથ મળશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. ભાગ્ય તમારો સાથ આપશે. રોકાયેલા નાણાં મળશે. પતિ-પત્નીએ સાથે મળીને નવરાત્રિમાં માંની ઉપાસના કરવી.

કન્યા

કન્યા રાશિના લોકોને આર્થિક બાબતોમાં વિશેષ લાભ થશે. આ નવરાત્રિએ તમે પ્રોપર્ટી કે ઘર ખરીદી શકો તેવા યોગ બની રહ્યા છે. કરિયર અને બિઝનેસમાં સફળતા મળશે. તમારા બોસ સાથે સારું ટ્યુનિંગ રહેશે. જે કાર્ય કરવાની ઘણા સમયથી કોશિશ કરી રહ્યા છો તે પાર પડશે. ઉતાવળે કોઇ નિર્ણય ન લેતા.

ચૈત્ર નવરાત્રિ પર ગ્રહોનો મહાસંયોગઃ આ 5 રાશિની ચમકશે કિસ્મત hum dekhenge news

વૃશ્ચિક

જિંદગીના તમામ નિર્ણયો સમજી વિચારીને લેવા. તમારા માટે ગ્રહોનો સંયોગ શુભ ફળનો સંકેત આપશે. પ્રોફેશનલ લાઇફમાં પરિવર્તન આવશે. જ્યાં તમે થોડા સમય પહેલા ઇન્ટરવ્યુ આપ્યો હતો ત્યાંથી નોકરીનો કોલ આવી શકે છે. વેપાર ધંધામાં સફળતા મળશે. જે લોકો લગ્ન કરવા ઇચ્છે છે તેમને સારા માંગા આવી શકે છે. વાહન ખરીદીના પણ યોગ છે. તમારા માટે ધન બચાવી શકવુ કદાચ મુશ્કેલ હશે. ફાલતુ ખર્ચ ન કરશો.

મીન

ગુરૂની રાશિ મીન પર નવરાત્રિમાં માતાજીની વિશેષ કૃપા થશે. તમારી ખુશીઓમાં ચાર ચાંદ લાગી જશે. શેરબજારમાં કામ કરતા લોકો માટે એક સારો મોકો છે. હાલમાં રોકાણ પણ કરી શકાય છે. ભવિષ્યમાં રોકાણના લાભ મળવાની પુરેપુરી શક્યતાઓ છે. પગાર વધે તેવી પણ શક્યતાઓ છે. આવકના સ્ત્રોત વધશે. વેપારી દ્રષ્ટિકોણથી પણ આ રાજયોગ શુભ માનવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ ઉનાળો શરુ થતાની સાથે કુદરતી રીતે ફ્રિઝ જેવુ ઠંડુ પાણી આપતા માટલાનું વેચાણ વધ્યું

Back to top button