‘સરકાર નક્કી નહીં કરે…’ મીટ પર પ્રતિબંધ મુદ્દે મનસે પ્રમુખ રાજ ઠાકરેના પ્રહાર

મહારાષ્ટ્રઃ 14 ઓગસ્ટ, 2025: Maharashtra Politics: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના વડા રાજ ઠાકરેએ ગુરૂવારે (14 ઓગસ્ટ) રાજ્યના કેટલાક મ્યુનિસિપલ કોર્પોરેશનો દ્વારા સ્વતંત્રતા દિવસ પર માંસ પર પ્રતિબંધનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘સરકાર લોકોની ખાવા-પીવાની રીત નક્કી નહીં કરે. રાજ ઠાકરેએ કહ્યું કે, કોર્પોરેશનને આવા પ્રતિબંધ લગાવવાનો અધિકાર નથી.’
પત્રકારો સાથે વાત કરતા રાજ ઠાકરેએ કહ્યું કે, ‘સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનો નક્કી નહીં કરે કે, કોણ શું ખાશે અને શું નહીં? આપણે સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યા છીએ, પરંતુ ખાવાની આઝાદી નથી. સ્વતંત્રતા દિવસના અવસર પર (મીટ પર) પ્રતિબંધ લગાવવો એક વિરોધાભાસ છે.
અનેક જગ્યાએ મીટની દુકાન બંધ કરાવવાનો આદેશ
રાજ ઠાકરે હવે રાજ્યના કેટલાક મ્યુનિસિપલ કોર્પોરેશનો દ્વારા લાદવામાં આવેલા માંસ પર પ્રતિબંધનો વિરોધ કરી રહેલા વિપક્ષી નેતાઓમાં જોડાયા છે. નાગપુર, નાસિક, માલેગાંવ, છત્રપતિ સંભાજીનગર અને કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનોએ 15 ઓગસ્ટના રોજ તેમના વિસ્તારોમાં તમામ કતલખાનાઓ અને માંસની દુકાનો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. તેમાંથી કેટલાક મ્યુનિસિપલ કોર્પોરેશનોએ એમ પણ કહ્યું છે કે, હિન્દુ અને જૈન તહેવારો દરમિયાન આ દુકાનો બંધ રહેશે.
મીટ પર પ્રતિબંધને લઈને ભાજપ અને રાકાંપાનું અલગ-અલગ મંતવ્ય
આ મુદ્દે સત્તાધારી પાર્ટી ભાજપ અને સહયોગી પાર્ટી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (રાકાંપા)નું અલગ-અલગ મંતવ્ય જોવા મળી રહ્યું છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બુધવારે કહ્યું હતું કે, ‘સરકાર લોકોની ખાવાની પસંદ પર નજર રાખવામાં રસ નથી દાખવતું.’
ભાજપનું કહેવું છે કે, સ્વતંત્રતા દિવસ પર કતલખાના બંધ રાખવાની નીતિ સૌપ્રથમ 1988માં લાગુ કરવામાં આવી હતી, જ્યારે શરદ પવાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા. ભાજપે એમ પણ પૂછ્યું હતું કે શું હવે વિપક્ષ શરદ પવારને આ નિર્ણય અંગે પ્રશ્ન કરશે.
આ પણ વાંચોઃ Asia Cup 2025 પાકિસ્તાનની ટીમમાં આ પ્લેયર થઈ શકે છે આઉટ, આ ખેલાડી લેશે એન્ટ્રી
આ પણ વાંચોઃ ઉત્તરાખંડમાં બેદરકારીભર્યા બાંધકામ… વૈજ્ઞાનિકોએ કર્યા સવાલ, ધારાલી જેવી દુર્ઘટના રોકવા કરી મહત્ત્વની માંગ












