ટ્રેન્ડિંગનેશનલ

‘કોંગ્રેસના નેતાઓ બોખલાઈ ગયા છે’, રાહુલ ગાંધી પર નિતિન ગડકરીએ કર્યા આકરા પ્રહાર

Nitin Gadkari: કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ ગુરુવાર (5 નવેમ્બર, 2026)ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે કરવામાં આવેલી ટિપ્પણીઓને લઈને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત સમગ્ર કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતાઓ દ્વારા પીએમ મોદી માટે જે પ્રકારની ભાષાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તે તેમને શોભા આપતો નથી. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે ખડગે જેવા નેતાઓ વડાપ્રધાન મોદીના પિતા અંગે પણ અપમાનજનક નિવેદનો કરી રહ્યા છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ગડકરીએ કહ્યું કે કોંગ્રેસના નેતાઓ સંપૂર્ણપણે બૌખલાઈ ગયા છે. તેનું કારણ એ છે કે જનતા સતત કોંગ્રેસને સમર્થન આપવાનો ઇનકાર કરી રહી છે. કોંગ્રેસ પાર્ટી વારંવાર ચૂંટણીમાં હારનો સામનો કરી રહી છે અને તેના કારણે પાર્ટીના નેતાઓ હતાશ થઈ ગયા છે.

લોકશાહી વ્યવસ્થા અને સંસ્થાઓ પર હુમલો કરી રહી છે કોંગ્રેસઃ ગડકરી

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી ગુરુવાર (5 નવેમ્બર, 2026)ના રોજ મહારાષ્ટ્રના નાગપુરમાં ભાજપની ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ રેલીમાં સામેલ થયા હતા. આ દરમિયાન સભાને સંબોધતા તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ પોતાની હતાશાને કારણે લોકશાહી વ્યવસ્થા અને લોકશાહી સંસ્થાઓ પર પ્રહાર કરી રહ્યા છે.

તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે કોંગ્રેસ ચૂંટણી પંચને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. સંસદની કાર્યવાહી પણ ચાલવા દેવામાં આવતી નથી. ગડકરીએ કહ્યું કે સંસદ ચર્ચા કરવા અને પોતાના વિચારો રજૂ કરવા માટેનું સ્થળ છે, પરંતુ વારંવાર કાર્યવાહી ખોરવીને કોંગ્રેસે સાબિત કર્યું છે કે તેને સંસદ જેવી સંસ્થા પ્રત્યે પણ સન્માન નથી.

PM મોદી અને ભાજપ પર જનતાનો વિશ્વાસ યથાવતઃ ગડકરી

નિતિન ગડકરીએ કહ્યું કે વિપક્ષ, કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન દ્વારા દેશની બંધારણીય સંસ્થાઓ પ્રત્યે લોકોનો વિશ્વાસ નબળો પાડવાનો અને જનતાને ગેરમાર્ગે દોરવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે આ તમામ બાબતો કોંગ્રેસની હતાશા અને નિરાશાની માનસિકતા દર્શાવે છે. જોકે, તેમને વિશ્વાસ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી પર દેશની જનતાનો વિશ્વાસ અને આશીર્વાદ યથાવત છે. વિપક્ષના આક્ષેપોનો જવાબ પણ દેશની જનતા લોકશાહી ઢબે આપશે.

Back to top button