એજ્યુકેશનટ્રેન્ડિંગ

પેન્શન, ગ્રેજ્યુઇટીથી લઈને લીવ એનકેશમેન્ટ સુધી… સરકારી નોકરીમાં રિટાયરમેન્ટ પછી કર્મચારીઓને મળે છે આ શાનદાર લાભો

Government Job Retirement Benefits India : ભારતમાં સરકારી નોકરીનો ક્રેઝ હંમેશાં જોવા મળે છે. સુરક્ષિત નોકરી, સારી સેલેરી, ભથ્થાં અને અન્ય સુવિધાઓ તેમાં સામેલ છે. પરંતુ આ સુવિધાઓ માત્ર નોકરી દરમિયાન જ નહીં, પરંતુ રિટાયરમેન્ટ પછી પણ મળે છે. ચાલો જાણીએ કે સરકારી કર્મચારીઓને નિવૃત્તિ બાદ કયા-કયા નાણાકીય અને સામાજિક લાભો મળે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો અક્ષર સેલેરી, ભથ્થાં અને જોબ સિક્યોરિટી વિશે માહિતી મેળવતા હોય છે, પરંતુ નોકરીનો એક મહત્વપૂર્ણ તબક્કો રિટાયરમેન્ટ પછી મળતા લાભો પણ છે. પાત્ર કર્મચારીઓને પેન્શન, ગ્રેજ્યુઇટી, રજાઓના બદલે રોકડ ચૂકવણી (Leave Encashment) અને સ્વાસ્થ્ય સુવિધાઓનો લાભ મળી શકે છે. કર્મચારીનું અવસાન થવાના કિસ્સામાં તેમના પાત્ર પરિવારના સભ્યોને ફેમિલી પેન્શન પણ મળી શકે છે. જો કે, તમામ સરકારી કર્મચારીઓ માટે નિયમો એકસરખા હોતા નથી.

સરકારી કર્મચારીઓને ક્યારે અને કેવી રીતે મળે છે પેન્શન?

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પેન્શનના નિયમો તેમની નિયુક્તિની તારીખ અને લાગુ પેન્શન વ્યવસ્થા પર નિર્ભર કરે છે. મુખ્યત્વે જૂની પેન્શન યોજના (OPS), નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) અને યુિનાઇટેડ પેન્શન સ્કીમ (UPS) ના નિયમો સમજવા જરૂરી છે:

જૂની પેન્શન યોજના (OPS): જૂની પેન્શન વ્યવસ્થા હેઠળ આવતા પાત્ર કેન્દ્રીય સિવિલ કર્મચારીઓની પેન્શન સેન્ટ્રલ સિવિલ સર્વિસ (પેન્શન) નિયમો મુજબ નક્કી થાય છે. સામાન્ય રીતે 1 જાન્યુઆરી 2004 પહેલાં નિમણૂક પામેલા કર્મચારીઓ આ નિયમો હેઠળ આવે છે.

નેશનલ પેન્શન સિસ્ટમ (NPS): NPS માં કર્મચારી અને સરકાર દ્વારા ફાળો જમા થાય છે. આ રકમનું રોકાણ થાય છે અને રિટાયરમેન્ટ સમયે મળતો લાભ જમા કોર્પસ અને માર્કેટ રિટર્ન પર આધાર રાખે છે. તેથી NPS માં દરેક કર્મચારીને નિશ્ચિત પેન્શનની ગેરંટી હોતી નથી.

યુનાઇટેડ પેન્શન સ્કીમ (UPS): કેન્દ્ર સરકાર દ્વારા 1 એપ્રિલ 2025 થી UPS નો વિકલ્પ લાગુ કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ 25 વર્ષની પાત્ર સેવા પૂરી કરનાર કર્મચારીને રિટાયરમેન્ટ પહેલાના છેલ્લા 12 મહિનાના સરેરાશ બેઝિક વેતનના 50 ટકા સુનિશ્ચિત પેન્શન મળવાની વ્યવસ્થા છે. તેમજ 10 વર્ષની સેવા પર ન્યૂઝનતમ રૂ. 10,000 માસિક પેન્શનનું પ્રાવધાન છે.

રિટાયરમેન્ટ પર કેટલી મળે છે ગ્રેજ્યુઇટી?

ગ્રેજ્યુઇટી એ રિટાયરમેન્ટ સમયે મળતો એક લાભ છે, જે પેન્શનથી અલગ હોય છે. કેન્દ્ર સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2024 થી પાત્ર કેન્દ્રીય કર્મચારીઓ માટે રિટાયરમેન્ટ અને ડેથ ગ્રેજ્યુઇટીની મહત્તમ મર્યાદા રૂ. 20 લાખથી વધારીને રૂ. 25 લાખ કરી દેવામાં આવી છે. જો કે, વાસ્તવિક રકમ કર્મચારીના પગાર અને સેવા અવધિના આધારે નક્કી થાય છે.

આ પણ વાંચોઃ ઓક્ટોબરમાં છે વક્રતુંડા સંકષ્ટી ચતુર્થી, વ્રત દરમિયાન ન કરો આ 7 ભૂલો

શું રજાઓના પણ પૈસા મળે છે? (Leave Encashment)

જો સરકારી કર્મચારી નોકરી દરમિયાન મળેલી રજાઓનો પૂરેપૂરો ઉપયોગ ન કરી શકે, તો લાગુ નિયમો હેઠળ રિટાયરમેન્ટ પર જમા રજાઓના બદલે એકમુશ્ત નાણાં મળી શકે છે, જેને લીવ એનકેશમેન્ટ કહેવાય છે. સામાન્ય કેન્દ્રીય નિયમો હેઠળ મહત્તમ 300 દિવસ સુધીની રજાઓનું રોકડ રૂપાંતરણ (Encashment) થઈ શકે છે.

પરિવાર માટે ફેમિલી પેન્શન અને સ્વાસ્થ્ય સુવિધાઓ

ફેમિલી પેન્શન: રિટાયરમેન્ટ પછી પેન્શનધારકનું અવસાન થાય અથવા નોકરી દરમિયાન કર્મચારીનું મૃત્યુ થાય, તો પાત્ર જીવનસાથી કે અન્ય આશ્રિત સભ્યોને નિયમો અનુસાર ફેમિલી પેન્શન મળી શકે છે.

સ્વાસ્થ્ય સુવિધાઓ: કેન્દ્ર સરકારના પાત્ર પેન્શનભોગીઓને સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ (CGHS) અથવા અન્ય લાગુ આરોગ્ય વ્યવસ્થા હેઠળ તબીબી સુવિધાઓ મળી શકે છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ફાયર સેફ્ટીના નિયમો કડક, હવે NOC ફરજિયાત

Back to top button