ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

G7 સમિટમાં લેબનોન પર તાત્કાલિક યુદ્ધવિરામની હાકલ, ઈરાન-અમેરિકા કરારને વૈશ્વિક સમર્થન

G7 Summit: ફ્રાન્સમાં G7 સમિટના અંતિમ દિવસે બુધવારે સવારે આ બેઠક યોજાઈ હતી. બેઠકમાં બધા G7 દેશો દ્વારા એક સંયુક્ત નિવેદન જારી કરવામાં આવ્યું હતું, જેમાં લેબનોનમાં તાત્કાલિક યુદ્ધવિરામની હાકલ કરવામાં આવી હતી.

ધ ગાર્ડિયનના મતે, સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “અમે લેબનોનમાં તાત્કાલિક અને મજબૂત યુદ્ધવિરામની હાકલ કરીએ છીએ. અમે લેબનીઝ નેતૃત્વના તેમના દેશની અખંડિતતા અને સાર્વભૌમત્વના રક્ષણ માટેના પ્રયાસોને પણ સમર્થન આપીએ છીએ, જેમાં હિઝબુલ્લાહનો શસ્ત્ર-મુક્ત દરજ્જો, શસ્ત્રો પર સરકારનો એકાધિકાર અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા ગેરંટીનો સમાવેશ થાય છે.”

આ બેઠકમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર હતા. કરાર બાદ પણ ગઈકાલે ઇઝરાયલે દક્ષિણ લેબનાન પર હુમલો કર્યો, જેમાં ચાર લોકોના મોતની પુષ્ટિ થઈ છે. આ હુમલો ત્યારે થયો જ્યારે G7ના મુખ્ય દેશો ફ્રાન્સમાં એકત્ર થયા હતા. અગાઉ, પીએમ મોદીએ સંઘર્ષના કાયમી ઉકેલ માટે હાકલ કરી હતી. પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મુલાકાત પણ આ બેઠકમાં હેડલાઇન્સમાં રહી હતી.

કેનેડાના પીએમએ સોદાને ગેમચેન્જર ગણાવ્યો

કેનાડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીએ મધ્યપૂર્વમાં તણાવ ઘટાડવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચેના કરારને “ગેમચેન્જર” ગણાવ્યો છે. ફ્રાન્સ સમિટના અંતિમ દિવસે તેમણે CNN સાથે વાત કરતા કહ્યું કે આ માત્ર આ સ્થિતિ માટે જ નહીં, પરંતુ ભવિષ્ય માટે પણ મહત્વપૂર્ણ છે. તેમણે વધુમાં જણાવ્યું કે બેઠકમાં યુક્રેન અંગે પણ નવા દૃષ્ટિકોણથી ચર્ચા થઈ હતી.

NATO એ કર્યું ઈરાન-અમેરિકા કરારનું સ્વાગત

આ દરમિયાન, નાટો (NATO)ના સેક્રેટરી જનરલ માર્ક રૂટેએ મધ્યપૂર્વમાં યુદ્ધ સમાપ્ત કરવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચેના કરારનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે હોર્મુઝને ફરીથી ખોલવાની યોજના એક ખૂબ મોટું પગલું સાબિત થશે. પ્રેસ બ્રીફિંગમાં તેમણે કહ્યું, “હું જાણું છું કે ઘણા સાથી દેશો ફ્રાન્સ અને યુકેની આગેવાની હેઠળની આ પહેલને સમર્થન આપે છે.”

આ પણ વાંચો: મોદી-ટ્રમ્પની મુલાકાત પહેલા અમેરિકાનો મોટો દાવ, ઇન્ડો-પેસિફિક કમાન્ડનું નામ બદલ્યું

Back to top button