ટ્રેન્ડિંગનેશનલ

પૂર્વ CJI ડી.વાય ચંદ્રચુડે ખાલી કર્યો સરકારી આવાસઃ નિવૃત્તિ બાદ થયો હતો વિવાદ

નવી દિલ્હીઃ 2 ઓગસ્ટ, 2025: D.Y Chandrachud: પૂર્વ ચીફ જસ્ટિસ ડી. વાય ચંદ્રચુડે રાષ્ટ્રીય રાજધાનીમાં ન્યાયતંત્રના વડાનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરી દીધું છે. ભારતના 50મા મુખ્ય ન્યાયાધીશ, જસ્ટિસ ચંદ્રચુડ 8 નવેમ્બર, 2024ના દિવસે નિવૃત્ત થયા હતા. તાજેતરમાં, નવી દિલ્હીમાં કૃષ્ણ મેનન માર્ગ પર CJIના સત્તાવાર નિવાસસ્થાનમાં નિર્ધારિત સમય કરતાં વધુ સમય રોકાવા અંગે વિવાદ થયો હતો. જસ્ટિસ ચંદ્રચુડે પરિસ્થિતિ સ્પષ્ટ કરતા કહ્યું કે, સામાન પેક થઈ ગયો છે અને ટૂંક સમયમાં તેમની પત્ની અને બાળકો સાથે ભાડાના સરકારી નિવાસસ્થાનમાં જશે.

પૂર્વ CJI ચંદ્રચુડે ખાલી કર્યો આવાસ

જસ્ટિસ ચંદ્રચુડ, તેમની પત્ની કલ્પના અને દીકરી પ્રિયંકા અને માહી નવી દિલ્હીના કૃષ્ણ મેનન માર્ગ પર CJIના સત્તાવાર નિવાસસ્થાનમાં રહેતા હતા. પ્રિયંકા અને માહી બંને અપંગ છે. જસ્ટિસ ચંદ્રચુડે નિર્ધારિત સમય કરતાં વધુ સમય બંગલામાં રહેવાના કારણો સમજાવતા કહ્યું હતું કે, ‘અમે ખરેખર અમારો સામાન પેક કરી લીધો છે. અમારો સામાન પહેલાથી જ સંપૂર્ણપણે પેક થઈ ગયો છે. કેટલીક વસ્તુઓ પહેલાથી જ નવા ઘરમાં મોકલી દેવામાં આવી છે અને કેટલીક અહીં સ્ટોર રૂમમાં રાખવામાં આવી છે.”

નોંધનીય છે કે, આ વાત સુપ્રીમ કોર્ટ વહીવટીતંત્ર દ્વારા કેન્દ્ર સરકારને મોકલવામાં આવેલા પત્રનો જવાબ આપી રહ્યા હતા.

દીકરીની મેડિકલ સ્થિતિનો કર્યો ઉલ્લેખ

ભૂતપૂર્વ CJI એ આ વિવાદ પર દુ:ખ વ્યક્ત કર્યું અને તેમની દીકરીઓની મેડિકલ સ્થિતિનો ઉલ્લેખ કર્યો હતો જેમને વ્હીલચેર માટે અનુકૂળ ઘરની જરૂર હતી. ઘટનાક્રમને યાદ કરતાં, જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું હતું કે નિવૃત્તિ પછી તેમણે તત્કાલીન CJI સંજીવ ખન્ના સાથે વાત કરી હતી, જેઓ તેમના ઉત્તરાધિકારી બન્યા હતા.

ચંદ્રચુડે તેમને જણાવ્યું હતું કે, તેમણે 14 તુગલક રોડ સ્થિત બંગલામાં પરત ફરવાનું છે, જ્યાં તેઓ ચીફ જસ્ટિસ બનતા પહેલાં રહેતા હતા. જસ્ટિસ ખન્નાએ જસ્ટિસ ચંદ્રચુડને ચીફ જસ્ટિસના બંગલામાં રહેવાનું કહ્યું હતું. કારણ કે, જસ્ટિસ ખન્ના સત્તાવાર રીતે આ આવાસમાં રહેવા નહતા ઈચ્છતા.

આ પણ વાંચોઃ આ 200MP કેમેરા વાળા ફોન ₹20 હજારથી ઓછી કિંમતે!, ડિસ્કાઉન્ટ ચૂકી ગયા તો….

આ પણ વાંચોઃ ‘જો પુરાવાનો પરમાણુ બોમ્બ હોય તો તેને તાત્કાલિક ફોડી દેવો જોઈએ’, રાજનાથ સિંહનો રાહુલ ગાંધીને પડકાર

Back to top button