‘બમ બમ ભોલે’ના જયઘોષ વચ્ચે અમરનાથ યાત્રાનો પ્રથમ જથ્થો રવાના

Amarnath Yatra:
એલજી મનોજ સિન્હાએ ભગવતી નગર બેઝ કેમ્પથી યાત્રીઓને લીલી ઝંડી બતાવી, કડક સુરક્ષા વચ્ચે શરૂ થઈ 57 દિવસીય યાત્રા
જમ્મુ-કાશ્મીરના ઉપ રાજ્યપાલ Manoj Sinhaએ અમરનાથ યાત્રા 2026ના પ્રથમ જથ્થાને જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પથી લીલી ઝંડી બતાવી રવાના કર્યો હતો. ‘બમ બમ ભોલે’ અને ‘હર હર મહાદેવ’ના જયઘોષ વચ્ચે શ્રદ્ધાળુઓ ભારે ઉત્સાહ સાથે કાશ્મીર ઘાટીની તરફ રવાના થયા હતા.
#WATCH | Jammu | J&K Lieutenant Governor Manoj Sinha flagged off the first batch of Shri Amarnathji Yatra 2026 pilgrims pic.twitter.com/tnTvzud1JH
— ANI (@ANI) July 1, 2026
ઉપરાજ્યપાલ મનોજ સિન્હા, જે શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડના અધ્યક્ષ પણ છે, તેમણે યાત્રીઓ સાથે મુલાકાત કરીને તેમની સુરક્ષિત યાત્રા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. યાત્રીઓએ પણ આ વખતે કરવામાં આવેલી વ્યવસ્થાઓને લઈને સંતોષ વ્યક્ત કર્યો હતો.
#WATCH | J&K | Preparations for the Shri Amarnathji Yatra 2026 have been finalized, with all government departments, security agencies, and langar organisations fully geared up to ensure a safe, smooth, and comfortable pilgrimage for devotees.
Langar organisations have completed… pic.twitter.com/GpSYwsZR2O
— ANI (@ANI) July 2, 2026
આ વર્ષે અમરનાથ યાત્રા માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પહલગામ અને બાલટાલ બંને માર્ગો પર કેન્દ્રીય સુરક્ષા દળોની 670થી વધુ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. યાત્રીઓની સુરક્ષા, આરોગ્ય સેવા અને ટ્રાફિક વ્યવસ્થાને લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
યાત્રા શરૂ થાય તે પહેલા મનોજ સિન્હાએ ભગવતી નગર યાત્રી નિવાસ ખાતે તમામ તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે રહેવાની વ્યવસ્થા, હેલ્પ ડેસ્ક, આરોગ્ય સુવિધા, સફાઈ, વીજળી-પાણીની સુવિધા તેમજ ઈમરજન્સી સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું.
અધિકારીઓને વધુ સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓને ધ્યાનમાં રાખીને સ્ટાફ વધારવા તેમજ સતત અનાઉન્સમેન્ટ દ્વારા યાત્રીઓને જરૂરી માહિતી પહોંચાડવા સૂચના આપવામાં આવી હતી.
આ વર્ષે અમરનાથ યાત્રા કુલ 57 દિવસ સુધી ચાલશે. યાત્રા 3 જુલાઈથી પહલગામ અને બાલટાલ બંને માર્ગોથી શરૂ થશે અને 28 ઓગસ્ટે પૂર્ણ થશે. આ પ્રસંગે પોલીસ, CRPF અને નાગરિક વહીવટીતંત્રના અનેક વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો : 2027થી વૃષભ રાશિ પર શરૂ થશે શનિની સાડેસાતી! કયા ઉપાયથી મળશે રાહત












