ટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મ

2027થી વૃષભ રાશિ પર શરૂ થશે શનિની સાડેસાતી! કયા ઉપાયથી મળશે રાહત

Tech News: વૈદિક જ્યોતિષ અનુસાર વર્ષ 2027થી વૃષભ રાશિના જાતકો પર શનિની સાડેસાતીનો પ્રારંભ થશે. સાડેસાતીનો સમયગાળો કુલ 7.5 વર્ષનો હોય છે અને તે ત્રણ તબક્કામાં વહેંચાયેલો હોય છે. આ સમય દરમિયાન જીવનમાં આર્થિક, વ્યવસાયિક, પારિવારિક અને સ્વાસ્થ્ય સંબંધિત પડકારો આવી શકે છે. જોકે જ્યોતિષીઓનું માનવું છે કે વૃષભ રાશિના સ્વામી શુક્ર અને શનિ વચ્ચે મિત્રતાનો સંબંધ હોવાથી અન્ય કેટલીક રાશિઓની તુલનામાં તેની અસર પ્રમાણમાં ઓછી કઠિન રહી શકે છે.

વૃષભ રાશિ પર સાડેસાતી ક્યારે શરૂ થશે?

જ્યોતિષીય ગણતરી મુજબ 3 જૂન, 2027ના રોજ શનિ મીન રાશિમાંથી મેષ રાશિમાં પ્રવેશ કરશે. આ સાથે વૃષભ રાશિ પર સાડેસાતીની શરૂઆત થશે.

ત્યારબાદ 20 ઓક્ટોબર, 2027ના રોજ શનિ ફરી મીન રાશિમાં પરત ફરશે, જેના કારણે થોડા સમય માટે સાડેસાતીનો પ્રભાવ હટી જશે. બાદમાં 23 ફેબ્રુઆરી, 2028ના રોજ શનિ ફરી મેષ રાશિમાં પ્રવેશ કરશે અને ત્યારથી સાડેસાતી ફરી શરૂ થશે.

સાડેસાતી ક્યારે પૂર્ણ થશે?

વૃષભ રાશિ માટે સાડેસાતીનો ત્રીજો અને અંતિમ તબક્કો 20 મે, 2032થી શરૂ થશે અને 12 જુલાઈ, 2034ના રોજ સમાપ્ત થશે.

કેવો રહેશે 7.5 વર્ષનો સમય?

જ્યોતિષાચાર્યોના જણાવ્યા અનુસાર સાડેસાતી દરમિયાન વૃષભ રાશિના જાતકોને કેટલાક ક્ષેત્રોમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે. બનતા કામોમાં વિલંબ અથવા અવરોધ આવી શકે.ખર્ચમાં વધારો થઈ શકે છે અને બિનજરૂરી ખર્ચ થવાની શક્યતા રહેશે.વ્યવસાય અને નોકરીમાં ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી શકે. માથાનો દુખાવો અથવા માનસિક તણાવ જેવી સમસ્યાઓ સતાવી શકે.સંબંધોમાં ગેરસમજ ઊભી થઈ શકે છે.

જોકે આ સમય સંપૂર્ણપણે નકારાત્મક નહીં હોય. ખાસ કરીને વિદેશ સાથે જોડાયેલા વેપાર, નવા સંપર્કો અને પ્રભાવશાળી લોકો સાથે સંબંધ મજબૂત થવાની શક્યતા પણ રહેશે. શનિને કર્મફળના દેવ માનવામાં આવે છે, તેથી તેમના શુભ કે અશુભ ફળ વ્યક્તિના કર્મો પર પણ આધારિત હોય છે.

શનિના અશુભ પ્રભાવથી બચવા માટેના ઉપાયો

  • દર શનિવારે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવી પરિક્રમા કરો.
  • રોજ અથવા શનિવારે ૐ શં શનૈશ્ચરાય નમઃ મંત્રનો 108 વખત જાપ કરો.
  • શનિવારે સરસવના તેલમાં પોતાનો ચહેરો જોઈ તે તેલનું દાન શનિ મંદિરમાં કરો.
  • જરૂરિયાતમંદ લોકોને કાળા જૂતાં-ચપ્પલનું દાન કરો.
  • કાળા અડદ, કાળા તલ, લોખંડ અથવા કાળા કપડાંનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે.
આ પણ વાંચોઃ જુલાઈ 2026 : આ લોકો માટે રહેશે ભાગ્યશાળી મહિનો, ધન-કરિયર અને સફળતાના યોગ
Back to top button