અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ચંડોળા તળાવ ડિમોલિશન મામલો: અસરગ્રસ્તોની EWS આવાસ અને સરળ હપ્તાની માંગ સાથે AMC ઓફિસ બહાર દેખાવો

અમદાવાદ 8 ઓક્ટોબર 2025: શહેરમાં ચંડોળા તળાવ પાસે તાજેતરમાં થયેલા ડિમોલિશન (Demeolition) મામલે અસરગ્રસ્ત થયેલા પરિવારોએ આજે મકાનની માગણી સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દક્ષિણ ઝોન ઓફિસ બહાર ઉગ્ર દેખાવો કર્યા હતા.

AMCના વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણની આગેવાનીમાં મોટી સંખ્યામાં અસરગ્રસ્તોએ એકઠા થઈને સત્તાધારી પક્ષ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. આ પરિવારોની મુખ્ય માગણી એ છે કે ડિમોલિશનને કારણે બેઘર થયેલા તમામ અસરગ્રસ્ત લોકોને EWS (Economically Weaker Section – આર્થિક રીતે નબળા વર્ગ) આવાસ યોજના અંતર્ગત તાત્કાલિક મકાન ફાળવવામાં આવે.

આ ઉપરાંત, અસરગ્રસ્ત પરિવારોએ આ મકાનોની કિંમત ચૂકવવા માટે રાહત આપવાની પણ માગ કરી છે. તેમની માંગણી છે કે મકાનની રકમની ચુકવણી માટે ઓછી રકમના અને સરળ ૩૬ માસના હપ્તાની યોજના બનાવવામાં આવે, જેથી ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારો પર એકસાથે વધુ બોજ ન પડે.

અસરગ્રસ્તોના આ ઉગ્ર વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને, AMCની દક્ષિણ ઝોન ઓફિસની બહાર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસે દેખાવો કરી રહેલા લોકોને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કર્યો હતો. વિપક્ષના નેતાની આગેવાનીમાં થયેલા આ દેખાવોએ ચંડોળા તળાવના ડિમોલિશન બાદ ઊભા થયેલા આવાસના મુદ્દાને ફરી એકવાર સપાટી પર લાવી દીધો છે.

આ પણ વાંચો: રાત્રે ગર્લફ્રેન્ડને ઘરે બોલાવી, તેના પર બળાત્કાર કર્યો અને તેની હત્યા કરી; મૃતદેહને જમીનમમાં દફનાવી બે દિવસ કબર પર સૂઈ રહ્યો

Back to top button