ટ્રેન્ડિંગવર્લ્ડ

ઈટાલીના પીએમ જોર્જિયા મેલોની ડીપફેકનો શિકાર થયા, પોર્ન પેજ પર ફોટો વાયરલ થયા

ઈટાલી, 29 ઓગસ્ટ 2025: ઇટાલીમાં એક મોટું કૌભાંડ બહાર આવ્યું છે જેમાં મહિલા રાજકારણીઓને નિશાન બનાવવામાં આવી રહી છે. એવું જાણવા મળ્યું છે કે વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની સહિત ઘણી મોટી મહિલા રાજકારણીઓ આનો ભોગ બન્યા છે. તેમના મૂળ ફોટા સાથે છેડછાડ કરીને અશ્લીલ બનાવીને પોર્ન વેબસાઇટ્સ પર પોસ્ટ કરવામાં આવી રહ્યા હતા. ઘણી મહિલા નેતાઓએ આ અંગે ફરિયાદ પણ નોંધાવી છે.

ગાર્જિયનના રિપોર્ટ અનુસાર, Phica નામના પ્લેટફોર્મ પર પોસ્ટ મહિલા રાજનેતાઓેની આ તસવીર તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ અથવા પબ્લિક સોર્સથી લેવામાં આવી હતી. બાદમાં તેને એડિટ કરી પોસ્ટ કરી હતી. આ વેબસાઈટને 7 હજારથી વધારે ફોલોઅર્સ છે. આરોપીઓએ મહિલાઓની તસવીર સાથે અભદ્ર ભાષાનો પણ ઉપયોગ કર્યો હતો.

રિપોર્ટ અનુસાર, મહિલા રાજનેતાઓની આ તસવીર રેલીઓ અથવા ટીવી ઈન્ટરવ્યૂ દરમ્યાન લેવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પીએમ મેલોનીની બહેન આરિયાના પણ આ સ્કેંડલનો શિકાર થયા છે. તેમની તસવીરો પણ પ્લેટફોર્મ પર પોસ્ટ કરી છે. આ ઉપરાંત અભિનેત્રી પાઓલા કોર્ટેલેસી, સી એન્કોરા ડોમાની અને ઈન્ફ્લૂએંસ શિયારા ફેરાગ્ની સામેલ છે.

નકલી તસવીરો પોસ્ટ કરવાને લઈને સૌથી પહેલા ફરિયાદ પીડી પાર્ટીના નેતા વેલેરિયા કૈંપાગ્નાએ કરી હતી. એક ફેબસુક પોસ્ટમાં તેમણે જણાવ્યું કે તે આ ઘટનાથી નિરાશ અને નારાજ છે. સાથે જ તેમણે કહ્યું કે, જ્યારે તેમને જાણવા મળ્યું કે પરમિશન વિના ફોટો પોસ્ટ કર્યા છે, તો તેઓ શાંત બેસી શકતા નથી.

તેમણે લખ્યું કે, ખાલી સ્વિમસૂટમાં જ નહીં પણ તેમાં મારા સાર્વજનિક અને વ્યક્તિગત જીવનની તસવીરો પણ સામેલ હતી. તેમણે લખ્યું કે, તેની નીચે અભદ્ર ટિપ્પણી, હિંસક કમેંટ્સ હતી. હું ચૂપ બેસી શકતી નથી, કેમ કે આ કહાની ખાલી મારી નથી. આ આપણા બધા વિશે છે. આ સ્વતંત્ર રહેવા, કોઈના ડર્યા વિના રહેવા અને સન્માનિત હોવાનો અધિકાર છે.

આ પણ વાંચો: 2018માં જ મોહમ્મદ શમી રિટાયર થવાનો હતો, કોચ રવિ શાસ્ત્રીએ બચાવ્યું હતું કરિયર?

Back to top button