ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

2018માં જ મોહમ્મદ શમી રિટાયર થવાનો હતો, કોચ રવિ શાસ્ત્રીએ બચાવ્યું હતું કરિયર?

નવી દિલ્હી, 29 ઓગસ્ટ 2025: ટીમ ઈંડિયાના પૂર્વ બોલિંગ કોચ ભરત અરુણે ખુલાસો કર્યો છે કે મોહમ્મદ શમી 2018માં ડ રિટાયરમેન્ટનું વિચારી રહ્યો હતો, એ તો એ સમયે કોચ રવિ શાસ્ત્રી તેમની સાથે હતા, જેમણે તેના ડૂબતા કરિયરને મદદ કરી. ભરત અરુણે જણાવ્યું કે જ્યારે 2018માં શમી પોતાની વ્યક્તિગત તકલીફોમાંથી પસાર થઈ રહ્યો હતો, તો તે ફિટનેસ ટેસ્ટમાં પણ ફેલ થઈ ગયો હતો. પોતાના ખરાબ ફિટનેસને જોતા તે એક દિવસ ભરત અરુણ પાસે ગયો અને તેમણે કહ્યું કે, પાજી હું ક્રિકેટ છોડી દઈશ.

ભરત અરુણે બોમ્બે સ્પોર્ટ્સ એક્સચેન્જના લેટેસ્ટ એપિસોડમાં કહ્યું, જ્યારે શમી પોતાના વ્યક્તિગત જીવનમાં ટ્રોમામાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે રવિ શાસ્ત્રીએ તેમની સાથે વાત કરી, તમને કોઈ પણ પ્રકારની મદદની જરુર હોય, તો બિંદાસ્ત પૂછો.

અને 2018માં ઈંગ્લેન્ડ પ્રવાસની ઠીક પહેલા, અમારી અફઘાનિસ્તાન સામે મેચ હતી. શમી ફિટનેસ ટેસ્ટમાં પણ ફેલ થઈ ગયો અને તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો. તે ખૂબ જ નિરાશ હતો. તેમની વ્યક્તિગત તકલીફો ચરમ પર હતી. એટલા માટે તે રુમમાં આવ્યો અને બોલ્યો, પાજી હું ક્રિકેટ છોડી દઈશ.

મેં તેમને પૂછ્યું, ક્રિકેટ છોડ્યા બાદ તું શું કરીશ? તમે જે પણ કંઈ છો અને કંઈક મેળવું છે, તે ક્રિકેટના કારણે છે. તેમણે કહ્યું કે, તે ગુસ્સામાં હતો. હું તેને રવિ પાસે લઈ ગયો. રવિએ કહ્યું કે, જો તમે ગુસ્સામાં છો, અને બોલ આપના હાથમાં છે, તો બોલ સાથે ગુસ્સો દેખાડો. શું તમે ક્રિકેટ છોડવા માગો છે, કેમ કે આપનું શરીર ફીટ નથી.

અમે તેને NCA મોકલ્યો અને ખાલી આ નિર્દેશ આપ્યા કે તેને શારીરિક રીતે મહેનત કરવાની છે, બોલિંગ નહીં. એનસીએ મોકલવાના ત્રણ અઠવાડીયા બાદ, તેણે મને ફોન કર્યો અને કહ્યું કે, પાજી, હું તો હવે ઘોડાની માફક ભાગી રહ્યો છું.

આવી રીતે મોહમ્મદ શમીએ પોતાનો આત્મવિશ્વાસ પરત મેળવ્યો અને ઈંગ્લેન્ડમાં તે પાંચ ટેસ્ટ રમ્યો. પાંચમી ટેસ્ટમાં છેલ્લા દિવસ ટી બ્રેક બાદ તેણે 140 કિમી પ્રતિ કલાકની સ્પિડથી બોલિંગ કરી, અહીં તેની ફિટનેસનું સ્તર અદ્ભૂત હતું.

Back to top button