VIDEO: ન્યૂઝીલેન્ડના મહિલા સાંસદે સંસદમાં કેમ ખુદની ન્યૂડ તસવીર બતાવી, કારણ જાણી ચોંકી જશો

New Zealand: ડીપફેક ટેકનિકનો શિકાર ભારતથી લઈને વિદેશની કેટલીય હસ્તીઓ થઈ ચુકી છે. આ ટેકનિક એક ખતરાની માફક છે. ખાસ કરીને મહિલાઓ માટે જેમની તસવીરો સાથે કંઈ પણ કરી શકાય છે. આ તકલીફને ઉજાગર કરવા માટે ન્યૂઝીલેન્ડના એક મહિલા સાંસદે સાહસી પગલું ઉઠાવ્યું છે.
એક્ટ પાર્ટીના લોરા મેકક્લરે સંસદમાં પોતાની નગ્ન તસવીરનો ખુલાસો કર્યો અને જણાવ્યું કે, તેને ઓનલાઈન બનાવવામાં પાંચ મિનિટથી પણ ઓછો સમય લાગ્યો.
🇳🇿 MP HOLDS UP AI-NUDE OF HERSELF IN PARLIAMENT TO FIGHT DEEPFAKES
New Zealand politician Laura McClure held up an AI-generated nude of herself in Parliament to push a law against fake explicit images.
She made it at home to show how easy it is to create deepfakes that can ruin… pic.twitter.com/G74KLOoh7o
— Mario Nawfal (@MarioNawfal) June 2, 2025
બુધવારે તેમણે સદનને જણાવ્યું કે, આ તસવીર મારી નગ્ન તસવીર છે, પણ આ અસલી નથી.
ડીપફેકના ખતરા પર ચર્ચા કરતા તેમણે કહ્યું કે, પીડિતો માટે, આ અપમાનજનક અને વિનાશકારી છે. મને સંસદમાં ઊભા થઈને પોતાની તસવીર બતાવવામાં શરમ આવી રહી હતી, જ્યારે મને ખબર હતી કે આ હકીકતમાં હું નથી.
સંસદમાં હાજર લોકો ત્યારે ચોંકી ગયા, જ્યારે મેકક્લરે બતાવ્યું કે, તેમણે કેટલી આસાનીથી ઘર પર પોતાની એઆઈ જનરેટેડ તસવીર બનાવી.
પોતાના આ પગલા વિશે વાત કરતા મેકક્લરે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો, જેમાં તેમણે કહ્યું કે, સદનમાં સામાન્ય ચર્ચામાં, મેં સંસદના તમામ અન્ય સભ્યોનું ધ્યાન આના તરફ અપાવ્યું કે, આવું કરવું કેટલું સરળ છે અને તેનાથી કેટલો દુર્વ્યવહાર અને નુકસાન થઈ રહ્યું છે, ખાસ કરીને આપણા યુવા કીવી અને સંભવત: આપણી યુવાન મહિલાઓ માટે.
આ પણ વાંચો: અયોધ્યામાં અનુષ્ઠાન કરી રહ્યા છે 101 વૈદિક આચાર્ય, રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા શરુ થઈ












