મંગેતરની વાત પર સૌએ કર્યો વિશ્વાસ, પરંતુ હકીકત નીકળી ભયાનક

pune fort murder case: મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં રિયલ એસ્ટેટ કંપનીના ડિરેક્ટર કેતન વિશાલ અગ્રવાલના મોત મામલે મોટો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કેતનની ખાઈમાં પડીને થયેલી મોત કોઈ અકસ્માત નહોતી, પરંતુ સંપૂર્ણ રીતે પૂર્વનિયોજિત હત્યા હતી. આરોપીઓએ પહેલા તેમને ખાઈમાં ધક્કો મારી મોતને ઘાટ ઉતાર્યા અને ત્યારબાદ તેને ટ્રેકિંગ દરમિયાન થયેલા અકસ્માત તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
શરૂઆતમાં અકસ્માત માનવામાં આવ્યો હતો કેસ
કેતનની મંગેતરે પોલીસને જણાવ્યું હતું કે ટ્રેકિંગ દરમિયાન પગ લપસતા તે ખાઈમાં પડી ગયો હતો. આ નિવેદનના આધારે પોલીસે શરૂઆતમાં આ કેસને અકસ્માત ગણીને ADR (Accidental Death Report) નોંધ્યો હતો.
પરંતુ તપાસ આગળ વધતા અનેક શંકાસ્પદ તથ્યો સામે આવ્યા અને આખી ઘટનાની દિશા બદલાઈ ગઈ.
2,004 ફોન કોલ્સે ખોલી દીધું રહસ્ય
પોલીસ તપાસ દરમિયાન મોબાઇલ રેકોર્ડ્સમાં ચોંકાવનારી માહિતી મળી. તપાસમાં જાણવા મળ્યું કે સિયા નામની યુવતી અને એક અન્ય યુવક વચ્ચે 2,004 ફોન કોલ્સ થયા હતા.
તે ઉપરાંત ઘટના પહેલાં ઈન્ટરનેટ કનેક્શન બંધ કરવું, મૃતકનો પાસપોર્ટ ગુમ થવો અને અંતિમ સંસ્કાર બાદ માત્ર ચાર દિવસમાં આરોપીનું મૃતકના ઘરે પહોંચવું જેવા અનેક સંકેતો પોલીસે શંકા વધુ ગાઢ બનાવી.
બે વખત હત્યાની કોશિશ થઈ હતી
તપાસમાં ખુલ્યું કે આરોપીઓએ આ પ્લાનને બે વખત અમલમાં મૂકવાનો પ્રયાસ કર્યો હતો. આખરે કિલ્લાની બીજી ટ્રિપ દરમિયાન આરોપીઓએ કેતનને ખાઈમાં ધક્કો મારીને હત્યા કરી દીધી.
પોલીસના જણાવ્યા અનુસાર, સમગ્ર હત્યાકાંડ ખૂબ જ ગોઠવણપૂર્વક અને આયોજનબદ્ધ રીતે કરવામાં આવ્યો હતો જેથી તે સામાન્ય અકસ્માત લાગે.
તપાસ હજુ ચાલુ
હાલ પોલીસે કેસમાં વધુ પુરાવા એકત્રિત કરવાની કામગીરી શરૂ રાખી છે. આ કેસે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે અને લોકોમાં ભારે ચર્ચા જગાવી છે.
આ પણ વાંચો : ઈરાનમાં દેખાયેલા અજબ ડ્રોન્સે વધારી દુનિયાની ચિંતા, અમેરિકાએ શરૂ કરી તપાસ












