એપ્રિલ 2025માં EPFOના સભ્યોમાં મોટો ઊછળો, મહિલાઓની ભાગીદારી વધી

નવી દિલ્હી, 23 જૂન, 2025: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા એપ્રિલ 2025 માટે તાજેતરમાં જારી કરાયેલા આંકડા અનુસાર દેશમાં સંગઠિત ક્ષેત્રમાં રોજગારીની સ્થિતિ અંગે સકારાત્મક સંકેત આપવામાં આવ્યા છે. આંકડાઓ અનુસાર એપ્રિલ મહિનામાં કુલ 19.14 લાખ નવા સભ્યો EPFO સાથે જોડાયા છે, જે માર્ચ 2025 સામે 31.31 ટકા વધુ છે.
ત્યારે વાર્ષિક સ્તરે પણ તેમાં 1.17 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ વધારો ફક્ત રોજગારીની નવો સંકેત એટલુ જ નહી પરંતુ EPFOની યોજનાઓ સામે વધી રહેલી જાગૃત્તિને પણ દર્શાવે છે.
યુવાનોનો ભરોસો વધ્યો
એપ્રિલ 2025માં EPFOમાં 8.49 લાખ નવા સબસ્ક્રાઇબર જોડાયા હતા, જે માર્ચની તુલનામાં 12.49 ટકાનો વધારો છે. સૌથી વધુ નવાઇન વાત એ રહી હતી કે તેમાં સૌથી વધુ હિસ્સેદારી 18થી 25 વર્ષના યુવાનોની રહી હતી. આ વય જૂથમાંથી 4.89 લાખ લોકો જોડાયા હતા, જે કુલ સભ્યોના 57.67 ટકા થવા જાય છે.
આ દર્શાવે છે કે પહેલી વખત નોકરી કરનારા યુવાનો EPFOને એક સુરક્ષિત અને વિશઅવસનીય સામાજિક સુરક્ષા વિકલ્પ માને છે. આ વય જૂથમાં નેટ પે-રોલ 7.58 લાખ રહ્યુ હતુ, જે માર્ચની તુલનામાં 13.60 ટકા વધુ છે.
મહિલાઓની ભાગીદારી પણ વધી
EPFO મુજબ, એપ્રિલ 2025માં, 15.77 લાખ સભ્યો જેમણે અગાઉ EPFOમાંથી બહાર નીકળી ગયા હતા તેઓ પણ ફરીથી જોડાયા છે. આ સંખ્યા માર્ચ કરતા 19.19 ટકા વધુ છે અને વાર્ષિક ધોરણે 8.56 ટકા વધુ છે. આમાંથી મોટાભાગના સભ્યોએ ભંડોળ ઉપાડવાને બદલે ટ્રાન્સફર કરવાનું પસંદ કર્યું, જે લાંબા ગાળાની નાણાકીય સુરક્ષા તરફ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.
મહિલાઓની ભાગીદારી પણ નોંધપાત્ર હતી. એપ્રિલમાં, 2.45 લાખ નવી મહિલા સભ્યો EPFOમાં જોડાઈ છે, જે માર્ચ કરતા 17.63 ટકા વધુ છે. મહિલા પે-રોલમાં 3.95 લાખનો ચોખ્ખો વધારો નોંધાયો છે, જે માસિક ધોરણે 35.24 ટકાનો વધારો છે. આ આંકડા સંગઠિત ક્ષેત્રમાં મહિલાઓની વધતી ભાગીદારીને રેખાંકિત કરે છે.
આ રાજ્યો અને ક્ષેત્રોએ મુખ્ય યોગદાન આપ્યું
EPFO રિપોર્ટ અનુસાર, મહારાષ્ટ્ર સૌથી વધુ યોગદાન આપતું રાજ્ય હતું, જેણે એપ્રિલમાં કુલ સભ્યપદમાં 21.12 ટકા યોગદાન આપ્યું હતું. આ પછી કર્ણાટક, તમિલનાડુ, ગુજરાત, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને તેલંગાણા જેવા રાજ્યોનો ક્રમ આવે છે, જેમાંથી દરેકે 5 ટકાથી વધુ યોગદાન આપ્યું છે.
બધા ક્ષેત્રોમાં, “એક્સપર્ટ સર્વિસીસ” ક્ષેત્રે સૌથી વધુ યોગદાન આપ્યું છે. એપ્રિલમાં કુલ ચોખ્ખા પે-રોલમાં તેનો હિસ્સો 43.69 ટકા હતો. ખાસ વાત એ હતી કે આ ક્ષેત્રના યોગદાનનો અડધો ભાગ માનવશક્તિ સપ્લાયર્સનો હતો, જે સંગઠિત ક્ષેત્રમાં કરાર અને કામચલાઉ રોજગારની વધતી ભૂમિકા દર્શાવે છે.
EPFO ડેટાની રીત
આ આંકડા એપ્રિલ 2018થી દર મહિને EPFO દ્વારા બહાર પાડવામાં આવે છે અને નવા જોડાવા, બહાર નીકળવા અને ફરીથી જોડાવાની UAN-આધારિત માહિતી પર આધારિત છે. નોંધનીય છે કે આ આંકડા કામચલાઉ છે અને સમયાંતરે અપડેટ કરી શકાય છે.
EPFOનો એપ્રિલ 2025નો ડેટા દેશમાં સંગઠિત ક્ષેત્રમાં નોકરીની સ્થિતિમાં મજબૂતાઈ દર્શાવે છે. યુવાનો, મહિલાઓ અને વૃદ્ધ કર્મચારીઓના ફરીથી જોડાવાની સંખ્યામાં વધારો સાબિત કરે છે કે ભવિષ્ય નિધિ યોજનાઓમાં વિશ્વાસ સતત વધી રહ્યો છે. તે જ સમયે, રાજ્યો અને ક્ષેત્રોના વિશ્લેષણથી એ પણ સ્પષ્ટ થાય છે કે ભારતીય અર્થતંત્રમાં વિવિધ ક્ષેત્રોમાં રોજગારની નવી તકોનું સર્જન થઈ રહ્યું છે.
આ પણ વાંચોઃ ઇરાનની સંસદે બે હોર્મુઝ ખાડી બંધ કરવાની આપી મંજૂરી, શું ભારતનુ ટેન્શન વધશે?












