ખાતરમાં ધૂળથી આપણા આરોગ્યને ખરાબ અસર, જાણો તેનાથી બચવા કચ્છ યુનિ. એ શું કર્યો સંશોધન કરાર

ભુજ, 05 જુલાઇ 2025: Kachchh University ખાતરના હેન્ડલિંગ અને ટ્રાન્સપોર્ટેશન દરમિયાન તેમાં ભળતી ધૂળના કારણે થતા નુકસાનને અને જમીનમાં ખાતરના થતા વ્યયને અટકાવવાના આશયથી ક્રાંતિગુરૂ કચ્છ યુનિવર્સિટી દ્વારા કંડલાની ટ્રાન્સવર્લ્ડ ફર્ટીકેમ લિમિટેડ વચ્ચે સંશોધન કરાર કરવામાં આવ્યો છે.
આરોગ્ય સાચવવા અને ઓછા ખાતરના ઉપયોગનો ઉદ્દેશ
માનવ આરોગ્યને અસર ન થાય તે પણ કૃષિ સંશોધન માટેનો એક મહત્વપૂર્ણ મુદ્દો છે. ખાતરમાં ભળતી ડસ્ટીંગના કારણે નુકસાન થાય છે. ખાતર ઉપર કોટિંગ મટિરિયલના સંશોધનથી ન માત્ર ખાતરના હેન્ડલિંગ ખર્ચમાં ઘટાડો થશે. પરંતુ માટીમાં નાઇટ્રેટ અને ફોસ્ફેટના પ્રમાણને નિયંત્રિત કરવામાં પણ મદદ મળશે, જેના પરિણામે ખેડૂતોને મોટા પ્રમાણમાં ખાતરનો ઉપયોગ કરવાની જરૂર નહિ પડે.
દેશના કૃષિ બજેટ પર સકારાત્મક અસર કરી શકે
કચ્છ યુનિવર્સિટી, ભુજ અને ટ્રાન્સવર્લ્ડ ફર્ટીકેમ લિમિટેડ, કંડલા વચ્ચે ખાતર ઉપર કોટિંગ અંગે સંશોધન કરવા માટે એક મહત્વપૂર્ણ કરાર થયો છે. આ સંશોધનનો મુખ્ય ઉદ્દેશ્ય આ રીતે, ખેડૂતો દ્વારા ખાતરના ઉપયોગમાં ઘટાડાથી સરકાર દ્વારા ખાતર માટે આપવી પડતી સબસિડીમાં નોંધપાત્ર બચત થશે, જે દેશના કૃષિ બજેટ પર સકારાત્મક અસર કરશે. આ સંશોધન પ્રોજેક્ટથી, ખેડૂતોને વધુ અસરકારક અને આર્થિક રીતે સસ્તી ખેતી કરવાની તક મળશે, જે પ્રોડક્ટિવ અને નફાકારક બની શકશે. દેશના અર્થતંત્રમાં પણ સુધારો લાવવા માટે એક મહત્વની પાયાની રચના કરશે.
આ પણ વાંચો:‘સન્માન’નીય વડાપ્રધાન: ધ નરેન્દ્ર મોદીને કેટલા દેશના સર્વોચ્ચ બહુમાન મળ્યા? જાણો વિશેષ
કેવી રીતે પ્રોજેક્ટ કામ કરશે? શું અપેક્ષિત પરિણામ
સંશોધન માટે જરૂરી કેમિકલ્સ , ગ્લાસવેર, પૃથક્કરણ, પેટન્ટ ફાઇલિંગ વગેરે માટેનો ખર્ચ ટ્રાન્સવર્લ્ડ ફર્ટીકેમ લિમિટેડ, કંડલા દ્વારા આપવામાં આવશે. જેના આધારે કચ્છ યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર વિભાગના એસોસિએટ પ્રોફેસર ડો. વિજયકુમાર આર. રામ મુખ્ય સંશોધક તરીકે સંશોધન હાથ ધરશે. જેના , અપેક્ષિત પરિણામમાં ગ્રૅન્યુલ સિંગલ સુપર ફોસ્ફેટ માટે એક કોટિંગ સામગ્રી વિકસાવવા છે, જે હેન્ડલિંગ દરમિયાન ધૂળના નુકસાનને ઘટાડી શકે છે. આ સંશોધન કરારની સાથે, કચ્છ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને નવી તક અને ઉદ્યોગ સાથેનો સહકાર પ્રાપ્ત થશે, જે કૃષિ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ લાવશે. આ કરાર કરવા દરમ્યાન કચ્છ યુનિવર્સિટી ના આર એન્ડ ડી ડિપાર્ટમેન્ટમાંથી ડો. ગૌરવ ચૌહાણ એ હાજરી આપી હતી. ટ્રાન્સવર્લ્ડ ફર્ટીકેમ લિમિટેડ, કંડલા વતી પિયુષ ચંદે અને હિરેન વોરા હાજર રહ્યા હતા.
કચ્છમાંથી કાચા માલના બદલે પ્રોડક્ટ માર્કેટમાં જાય તેવું સંશોધન કરો
કુલપતિ ડો. મોહન પટેલ દ્વારા કચ્છ વિસ્તારમાંથી રો એટલેકે કાચો માલ બહાર દેશ અને વિદેશમાં જાય છે તેને બદલે કચ્છમાં જ પ્રોસેસ થઇ અને ફાઇનલ પ્રોડક્ટ બને અને માર્કેટમાં જાય તેવા સંશોધન કરવા જણાવ્યું છે.
યુરિયા બેગનો મહત્તમ રિટેલ ભાવ ₹242
ભારતમાં ખેડૂતોને સસ્તા ભાવે ખાતરો મળે તે માટે સબસિડી પર સરકારનું નોંધપાત્ર નાણાં ખર્ચાય છે. 2025-26 ના બજેટમાં યુરિયા સબસિડી માટે ₹1.19 ટ્રિલિયન (લગભગ $14.3 બિલિયન USD) ની ફાળવણી કરવામાં આવી છે, જે કુલ ખાતર સબસિડીઓનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જેનું મૂલ્ય ₹1.68 લાખ કરોડ (લગભગ $20.2 બિલિયન USD) થાય છે. સબસિડી યુરિયાના ભાવને સ્થિર રાખવામાં મદદ કરે છે, ભલે જ વૈશ્વિક ભાવોમાં પરિવર્તન થાય. સરકારે 45 કિલોગ્રામના યુરિયા બેગનો મહત્તમ રિટેલ ભાવ ₹242 નિર્ધારિત કર્યો છે, જે ઉત્પાદન ખર્ચની ચિંતા કર્યા વિના છે.
આ પણ વાંચો:ટોલ ટેક્સના મારથી રાહત, એલિવેટેડ હાઇવે પર હવે અડધો જ આપવો પડશે












