ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘તમે મને નૈતિકતા શીખવશો?’ લોકસભામાં અમિત શાહ કોંગ્રેસ મહાસચિવ પર થયા લાલઘૂમ

નવી દિલ્હીઃ 20 ઓગસ્ટ, 2025: Amit Shah: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને કોંગ્રેસ સાંસદ કે. સી વેણુગોપાલ વચ્ચે ઉગ્ર શાબ્દિક યુદ્ધ જોવા મળ્યું. કેન્દ્ર સરકારે ત્રણ બિલ રજૂ કર્યા ત્યારે મામલો ગરમાયો, જેમાં એવી જોગવાઈ છે કે જો વડા પ્રધાન કે મુખ્યમંત્રી ગંભીર કેસમાં 30 દિવસ સુધી જેલમાં રહે તો તેમને પદ પરથી દૂર કરવામાં આવશે.

કેસી વેણુગોપાલ પર પ્રહાર

સંસદમાં રાજકારણ ગરમાતા કે. સી વેણુગોપાલે અમિત શાહ પર પર્સનલ એટેક કર્યા હતા અને 2010ના સોહરાબુદ્દીન શેખ નકલી એનકાઉન્ટર મામલે ધરપકડનો ઉલ્લેખ કર્યો હતો. વેણુગોપાલે પૂછ્યું કે જ્યારે અમિત શાહ ગુજરાતના ગૃહમંત્રી હતા, ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. શું તેમણે તે સમયે નૈતિકતાનું પાલન કર્યું? આ પછી ગૃહમાં હોબાળો થયો.

અમિત શાહનો વળતો જવાબ?

અમિત શાહે તરત જ આનો જવાબ આપ્યો અને કહ્યું કે, ખોટા કેસમાં ફસાયેલા હોવા છતાં, મેં રાજીનામું આપી દીધું હતું અને નિર્દોષ જાહેર થયા પહેલા મેં કોઈ બંધારણીય પદ સંભાળ્યું ન હતું.

તેમણે વેણુગોપાલને પૂછ્યું – શું તમે મને નૈતિકતા શીખવશો? જેના પર NDA નેતાઓએ તીવ્ર પ્રતિક્રિયા આપી હતી.

નોંધનીય છે કે, 2010માં CBI દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ અમિત શાહે ગુજરાતના તત્કાલીન ગૃહમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. તેઓ ત્રણ મહિના જેલમાં રહ્યા અને બાદમાં જામીન પર બહાર આવ્યા હતા. 2014માં, CBIની સ્પેશ્યિલ કોર્ટે પુરાવાના અભાવે તેમને નિર્દોષ જાહેર કર્યા.

વિપક્ષનો હોબાળો

હકીકતમાં, અમિત શાહ લોકસભામાં બંધારણ (130મું સંશોધન) બિલ, કેન્દ્રશાસિત પ્રદેશ સરકાર (સંશોધન) બિલ અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સંશોધન) બિલને સંયુક્ત સમિતિમાં મોકલવાની વાત કરી રહ્યા હતા, ત્યારે વિપક્ષના સાંસદો વેલમાં પહોંચી ગયા અને સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા. ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ બિલની નકલો ફાડીને અમિત શાહ તરફ ફેંકી દીધી. જોકે, બાદમાં તેમણે તેનો ઇનકાર કરી દીધો.

આ પણ વાંચોઃ ‘ગૃહ મંત્રી પર કાગળ નહીં પથ્થર પણ ફેંક્યા…’ કંગના રણૌતનો વિપક્ષ પર આરોપ

આ પણ વાંચોઃ ફુડ સેફ્ટી અને સ્ટાન્‍ડર્ડસ એક્ટ: વાંધા- સૂચનો મેળવવાની અવધી લંબાવવામાં આવી

Back to top button