ટ્રેન્ડિંગનેશનલ

DMRC એ સુપ્રીમ કોર્ટની માંગી માફી, CJP પ્રદર્શન દરમિયાન મેટ્રો બંધ કરવા વિશે આપ્યો જવાબ

DMRC Supreme Court apology:  10 ઓક્ટોબરે કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શન દરમિયાન મેટ્રો સ્ટેશનોને બંધ કરી દેવામાં આવ્યા હતા. આ મામલે DMRCએ સુપ્રીમ કોર્ટમાં માફીનામા સાથે પોતાનો જવાબ દાખલ કરી દીધો છે. જવાબી એફિડેવિટમાં DMRCએ કહ્યું છે કે તે દિવસે મેટ્રો પૂરી રીતે બંધ કરવામાં આવી નહોતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

DMRC ચેરપર્સન સુશ્રી ડી તારાએ DMRC તરફથી બિનશરત માફી માંગી છે. જોકે DMRCએ કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટે તેમનો પક્ષ સાંભળ્યા વિના જ આદેશ પારિત કરી દીધો હતો. છતાં DMRC માફી માંગે છે કારણ કે તે સુપ્રીમ કોર્ટનો ખૂબ જ આદર કરે છે.

દિલ્હી મેટ્રો પ્રશાસનનું માનીએ તો દિલ્હી મેટ્રોના કુલ 303 સ્ટેશનોમાંથી માત્ર કેટલાક સ્ટેશનોના એન્ટ્રી અને એક્ઝિટ ગેટ બંધ કરવામાં આવ્યા હતા. પૂરા મેટ્રો નેટવર્ક પર પ્રતિબંધ નહોતો.

આ પણ વાંચોઃ છેલ્લા નોરતાંમાં મેઘરાજાનું વિઘ્ન! ગુજરાતના આ જિલ્લાઓમાં વરસી શકે વરસાદ

સુપ્રીમ કોર્ટને DMRCની સ્પષ્ટતા

DMRCનું કહેવું છે કે 10 ઓક્ટોબર 2026ના રોજ 271 ટ્રેનો ચલાવવામાં આવી અને કુલ 4,157 ટ્રેન ટ્રિપ પૂર્ણ કરવામાં આવી. ટ્રેન સેવાઓની સંખ્યામાં કોઈ કાપ મુકવામાં આવ્યો નહોતો. કુલ 303માંથી 258 સ્ટેશન મુસાફરો માટે ખુલ્લા અને ચાલુ હતા. પ્રતિબંધ મુખ્યત્વે 45 સ્ટેશનોના પ્રવેશ અને બહાર નીકળવાના ગેટ પર જ હતો. 14 સ્ટેશન- રાજીવ ચોક, કાશ્મીરી ગેટ, કેન્દ્રીય સચિવાલય, મંડી હાઉસ, હૌજ ખાસ અને અન્ય અગ્રણી સ્ટેશનો પર મેટ્રો લાઇન બદલવાની (ઈન્ટરચેન્જ) સુવિધા ચાલુ હતી. DMRC મુજબ, 45 સ્ટેશનો પર લગાવવામાં આવેલા પ્રતિબંધ 10 ઓક્ટોબર 2026ના રોજ રાત્રે 10 વાગ્યાથી હટાવી લેવામાં આવ્યા. ત્યારબાદ તમામ સ્ટેશનોને ખોલી દેવામાં આવ્યા. 12 ઓક્ટોબરે 6 સ્ટેશનો પર ફરી અસ્થાયી પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

10 ઓક્ટોબર 2026ના રોજ લગભગ 32 લાખ મુસાફરોએ મેટ્રોમાં મુસાફરી કરી. સામાન્ય બીજા શનિવારે લગભગ 58 લાખ મુસાફરો મુસાફરી કરતા હોય છે. DMRCએ કહ્યું કે વિરોધ-પ્રદર્શનના કારણે મુસાફરોની સંખ્યામાં ઘટાડો થયો અને સામાન્ય લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.

Back to top button