ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

ED ઓફિસ પહોંચ્યો ડિનો મોરિયા, 65 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં ફરી પૂછપરછ

  • ડિનો મુંબઈના બેલાર્ડ એસ્ટેટ ખાતે ED ઓફિસ પહોંચ્યો હતો. આ પહેલા 12 જૂને પણ તેને ઘણા કલાકો સુધી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો.

19 જૂન, મુંબઈ, HD ન્યુઝ ડેસ્કઃ બોલિવૂડ અભિનેતા ડિનો મોરિયા Dino Morea ગુરુવારે ફરી એકવાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થયા હતા. મીઠી નદી કાંપ કૌભાંડ સંબંધિત 65.54 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસની તપાસના ભાગ રૂપે ડિનો મોરિયા હાજર રહ્યો હતો. ડિનો સવારે લગભગ 10:30 વાગ્યે મુંબઈના બેલાર્ડ એસ્ટેટ ખાતે ED ઓફિસ પહોંચ્યો હતો. આ પહેલા 12 જૂને પણ તેને ઘણા કલાકો સુધી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો.

ED અધિકારીઓના જણાવ્યા અનુસાર તપાસ એટલા માટે હાથ ધરવામાં આવી રહી છે કારણ કે તપાસમાં જાણવા મળ્યું છે કે ડીનો મોરિયાના કેટલાક નાણાકીય વ્યવહારો આ કૌભાંડમાં પહેલેથી જ ધરપકડ કરાયેલા આરોપીઓ સાથે જોડાયેલા હોઈ શકે છે. તપાસ એજન્સી અભિનેતાના ભાઈ સેન્ટિનો મોરિયા સાથે જોડાયેલી કંપનીના વ્યવહારોની પણ તપાસ કરી રહી છે.

15થી વધુ સ્થળોએ દરોડા

અગાઉ 6 જૂનના રોજ ED એ મુંબઈ અને કોચીમાં ૧૫ થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાં બાંદ્રામાં ડીનો મોરિયાનું ઘર, તેમના ભાઈ સેન્ટિનો સાથે જોડાયેલા પરિસર તેમજ BMC અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના પરિસરનો સમાવેશ થાય છે. કોચી સ્થિત મેટપ્રોપ ટેકનિકલ સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ, જે સિલ્ટિંગના કામો માટે મશીનો સપ્લાય કરતી હતી, તે પણ દરોડાની યાદીમાં હતી.

આ છે કૌભાંડનું મૂળ

આ કેસ મે મહિનામાં મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (EOW) દ્વારા નોંધાયેલી FIR સાથે શરૂ થયો હતો. FIRમાં કોન્ટ્રાક્ટરો અને BMC અધિકારીઓ સહિત 13 લોકોના નામ આપવામાં આવ્યા છે. એવો આરોપ છે કે 2017 થી 2023 ની વચ્ચે સિલ્ટિંગના કોન્ટ્રાક્ટમાં ગરબડ કરીને મશીન સપ્લાયર કંપનીઓને ફાયદો પહોંચાડવામાં આવ્યો હતો. ઉપરાંત નદીમાંથી કાઢવામાં આવેલા કાદવના પરિવહન માટે નકલી બિલો પણ ઉભા કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ Fastag Pass: ફાસ્ટેગના વાર્ષિક પાસ અંગે તમને મુંઝવતા તમામ પ્રશ્નોના જવાબ આ રહ્યા, જાણો

Back to top button