ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયાવીડિયો સ્ટોરી

અમિત શાહે જ્યારે રાજ્યસભામાં દિગ્વિજય સિંહને બતાવ્યો અરીસોઃ જુઓ વીડિયો

નવી દિલ્હી, 4 એપ્રિલ 2025 :  ગુરુવારે મોડી રાત સુધી રાજ્યસભામાં વકફ બિલ પર ચર્ચા ચાલુ રહી. 12 કલાક ચાલેલી આ ચર્ચામાં સરકાર અને વિપક્ષના સાંસદોએ પોત-પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે ઘણી વખત શબ્દયુદ્ધ પણ થયું હતું.
આ દરમિયાન કોંગ્રેસના સાંસદ દિગ્વિજય સિંહ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

અમિત શાહ અને દિગ્વિજય સિંહ વચ્ચે જોરદાર ચર્ચા
જ્યારે દિગ્વિજય સુધાંશુ ત્રિવેદીના મુદ્દા પર વાંધો ઉઠાવી રહ્યા હતા ત્યારે અમિત શાહ પરિસ્થિતિને સંભાળવા માટે ગૃહમાં જવાબ આપી રહ્યા હતા. આ દરમિયાન દિગ્વિજય સિંહે ગુજરાત રમખાણોનો મુદ્દો ઉઠાવ્યો હતો. કોંગ્રેસ સાંસદની આ વાત સાંભળ્યા બાદ અમિત શાહે જે પણ કહ્યું તેની ખૂબ ચર્ચા થઈ રહી છે.

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો

અમિત શાહ તરફ ઈશારો કરીને દિગ્વિજય સિંહે પૂછ્યું કે ગુજરાત રમખાણોમાં તમારી શું ભૂમિકા હતી.
આ પછી અમિત શાહે કહ્યું તેમને માત્ર હું જ દેખાઉ છું. દિગ્વિજય સિંહ જી, સાંભળો, રમખાણો શાંત થયાના 18 મહિનામાં હું ગૃહ પ્રધાન બન્યો, જ્યારે રમખાણો થયા ત્યારે હું ગૃહ પ્રધાન નહોતો. એ વાત સાચી છે કે ગુજરાત રમખાણો વખતે અમિત શાહ ગુજરાતના ગૃહમંત્રી ન હતા.

બંને ગૃહો દ્વારા બિલ પસાર કરવામાં આવ્યું
રાજ્યસભામાં બિલના પક્ષમાં 128 વોટ પડ્યા હતા. લોકસભામાં બિલના સમર્થનમાં 288 વોટ પડ્યા હતા. નોંધનીય છે કે એનડીએ ગઠબંધનના તમામ ઘટક પક્ષોએ બિલ પર પોતાની સંમતિ દર્શાવી હતી.

આ પણ વાંચો : મુંબઈ સામે મેચ પૂર્વે મોટા વિવાદમાં ફસાઈ LSG ટીમ, જાણો શું છે મામલો

Back to top button